પર્થમાં પણ રાહુલની કમજોરી ઉજાગર

પર્થ, તા. 15 : ભારતના ઓપનર લોકેશ રાહુલની નિષ્ફળતાઓ અને નબળી ટેકનિક ટીમ માટે ચિંતાનો વિષય બની છે અને નિષ્ણાતો ટીમમાં તેના કાયમી સ્થાન સામે સવાલો ઉઠાવી રહ્યા છ.રાહુલે છેલ્લી 16 ઈનિંગ્સમાં એક જ વાર પ0 રનનો સ્કોર પાર કર્યો છે  જેમાં તેણે 149 રન કર્યા હતા પણ બાકીના દાવમાં મોટો સ્કોર કરવામાં સફળ રહ્યો નથી. આજે તે હેઝલવૂડના યોર્કરમાં બોલ્ડ થયો હતો. છેલ્લા 12 દાવમાં 10મી વાર એવું બન્યું છે કે રાહુલ એલબીડબલ્યુ કે બોલ્ડ થયો છે. ઈંગ્લેન્ડ બાદ ઓસ્ટ્રેલિયામાં પણ રાહુલ અંદર આવતા દડાને રમવામાં બહુ નબળો સાબિત થઈ રહ્યો છે અને હરીફ ટીમો તેનો પૂરો ફાયદો ઉઠાવી રહી છે. ઘણી વાર તો અંદર આવતો દડો તેના બેટની અંદરની ધારને અડીને વિકેટમાં લાગી જાય છે. એક ઓપનર તરીકે આવી ટેકનિક ચાલે નહીં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer