ભુજની લાયન્સ હોસ્પિટલમાં યોજાયેલા નેત્ર કેમ્પમાં 271 શત્રક્રિયા મફત કરાઇ

ભુજની લાયન્સ હોસ્પિટલમાં યોજાયેલા નેત્ર કેમ્પમાં 271 શત્રક્રિયા મફત કરાઇ
ભુજ, તા. 11 : ભુજની એલ.એન.એમ. ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે 61મા કેમ્પમાં 271 દર્દીઓ આંખના ઓપરેશન નિ:શુલ્ક કરાયા હતા. બળદિયાના દાતા લક્ષ્ણભાઇ ભીમજી રાઘવાણી, મનજીભાઇ કાનજી રાબડીયા, કરશનભાઇ કાનજી રાઘવાણી, તરફથી 100-100 મળીને કુલ 300  શત્રક્રિયાનું દાન અપાયું હતું. અમદાવાદના જાણીતા આંખના સર્જન ડો. સચિન પટેલ અને તેમની ટીમ દ્વારા 271 આંખનાં સફળ ઓપરેશનો કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે 61મો કેમ્પ હતો અને અત્રે ઉલ્લેખનીયએ છે કે અત્યાર સુધી 16000થી વધુ આંખના ઓપરેશનો આ હોસ્પિટલમાં થસ ચૂકયા છે. આ માટે હોસ્પિટલની ટીમે કચ્છનાં અંતરીયાળ વિસ્તારોમાં જઇ અંદાજે 3200 જેટલા દર્દીઓને તપાસી ઓપરેશન માટે  અલગ તારવ્યા હતા. જે પૈકી271 દર્દીઓનાં ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. બાકી રહેતા 29 દર્દીઓના પણ તરત કરવામાં આવશે. દાતા પરિવાર તરફથી દરેક દર્દીને ધાબળા વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓ-સગા માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લક્ષ્મણભાઇ અને પરિવાર તરફથી દર વરસે આવા કેમ્પ યોજી અનેક દર્દીઓનાં ઓપરેશન કરી આપવામાં આવ્યા છે. દાતા લક્ષ્મણભાઇ રાઘવાણી ચેરીટેબલ ટ્રસ્ટ કચ્છમાં અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. પાણી, દુષ્કાળમાં ઢોરો માટે ચારો અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે લક્ષ્મણભાઇ જાણીતા છે. મનજીભાઇએ તેમના પુત્ર ઉત્કર્ષનાં લગ્ન પ્રસંગે આ સેવા આપેલ તેમજ કરશનભાઇએ પણ તેમની સાથે જોડાઇ સેવા આપેલ. આ પ્રસંગે દાતાશ્રીઓનું સન્માન કરાયું હતું. હોસ્પિટલના ચેરમેન લાયન ભરતભાઇ મહેતાએ દાતાઓની સેવા બિરદાવી હતી. આ કેમ્પ દરમ્યાન લાયન કલબના કમલેશ સંઘવી, જગદીશ સોની, જીજ્ઞેશ શાહ (સેક્રેટરી), જીતેન ઠક્કર, ઉમેશ પાટડીયા, નિખીલ શાહ, લાલજી રાબડીયા, ભુપેન્દ્ર પટેલ, હરેશ સેંઘાણી, શૈલેન્દ્ર રાવલ, દીપેન મહેતા વગેરે હાજર રહ્યા હતા. અભય શાહે પણ દાદા પરિવારને હોસ્પિટલની સેવાકિય પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા હતા. વ્યોમાબેન મહેતા તેમજ  સ્ટાફે સંચાલન પ્રોજેકટ ચેરમેન શૈલેષ માણેકે કરી ભવિષ્યમાં પણ દાતા પરિવારે હોસ્પિટલની પ્રવૃત્તિઓમાં સહકાર આપવા બાંહેધરી આપેલ.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer