સ્વાઈન ફ્લુનો કેસ દેખાતાં વિથોણમાં ઉચાટ સાથે ગ્રામજનો બન્યા ચિંતિત

સ્વાઈન ફ્લુનો કેસ દેખાતાં વિથોણમાં ઉચાટ સાથે ગ્રામજનો બન્યા ચિંતિત
વિથોણ (તા. નખત્રાણા), તા. 11 : આ ગામે સ્વાઈન ફ્લુનો કેસ નોંધાતાં ગામમાં ઉચાટ છે. આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. વિથોણમાં એક 60 વર્ષીય વૃદ્ધાને સ્વાઈન ફ્લુનો રિપર્ટ પોઝિટિવ આવતાં ગામમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીમારી વધુ ના વકરે તેના માટે ગ્રામ પંચાયત દ્વારા તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયત સભ્ય કેસરબેન મહેશ્વરી, સરપંચ બચુભાઈ નાયાણીએ ચિંતા વ્યક્ત કરીને પગલાં લેવા માંગ કરી હતી. વિથોણમાં અગાઉ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા લટાર મારી ગયા છે. એવા ટાંકણે અહીં સ્વાઈન ફ્લુના દર્દી નોંધાતાં ગામમાં ચિંતા વધી ગઈ છે. જેને ડામવા તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ ઊઠી છે. વિથોણના દર્દી અત્યારે ભુજ સારવાર હેઠળ છે.ગ્રામ પંચાયતની તાકીદની મિટિંગમાં સામતભાઈ, તલાટી હરેશભાઈ, તા.પં. સભ્ય દિલીપભાઈ, હરેશભાઈ સુરાણી વગેરેએઁ ઉપસ્થિત રહીને ચિંતા વ્યક્ત કરી હતી. વિથોણ પંથકમાં કોઈ વધુ કેસ ના નોંધાય તેના માટે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય પગલાં લેવા અવગત કરવામાં આવ્યું હતું. લોકજાગૃતિ માટે આરોગ્ય જાગૃતિ અભિયાનની માહિતી આપવા ગ્રામજનો સાથે પંચાયત અને તબીબો સાથે બેઠક બોલાવવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer