ગાંધીધામમાં સંસ્થાઓ દ્વારા યોજાયો મહા રક્તદાન શિબિર

ગાંધીધામમાં સંસ્થાઓ દ્વારા યોજાયો મહા રક્તદાન શિબિર
ગાંધીધામ, તા. 11 : અહીંની સંસ્થાઓ મારવાડી યુવા મંચ, તેરાપંથ યુવક પરિષદ અને  મહાવીર ઈન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેરાપંથ ભવન અને રાજાભાઈ પટેલ બ્લડ બેન્ક સહિત બે સ્થળે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 205 લોકાએ ઉમળકાભેર રક્તદાન કરતાં 85,050 સીસી રક્ત એકત્ર થયું હતું. આઈ.એમ.એ.ના ડો. નરેશ  જોષી, ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો. નીતિન ઠક્કરે પ્રાસંગિક વકતવ્યમાં મેગા કેમ્પનાં આયોજન બદલ સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા અને પોતાના સહયોગની ખાતરી આપી હતી. સંસ્થઓ દ્વારા રકતદાતાઓને પ્રમાણપત્ર અને પ્રતીક ભેટ આપવામાં આવ્યા હતા. આયોજનને પાર પાડવા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના સભ્ય અને મારવાડી યુવા મંચના મંત્રી જિતેન્દ્ર સી. જૈન (શેઠિયા), તેરાપંથ યુવક પરિષદના પ્રમુખ પ્રદીપ ભંસાલી, મંત્રી રોહિત ઢેલડિયા, મહાવીર ઈન્ટરનેશનલના પ્રમુખ અને પ્રોજેક્ટના સંયોજક શૈલેન્દ્ર  જૈન, અન્ય સંયોજક સંદીપ સિંઘવી, શ્રીરામ ચૌધરી, ભરત ગોયલ તેમજ સંસ્થાઓના પૂર્વ પ્રમુખો, સદસ્યો, રાજાભાઈ પટેલ બલ્ડ બેન્કનો સ્ટાફ, તેરાપંથ મહિલા મંડળ ગાંધીધામના સદસ્યો સહયોગી  બન્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer