આદિપુર તોલાણી કોલેજમાં અર્થશાત્ર શોધપત્ર લેખન અંગે યોજાઈ કાર્યશાળા

આદિપુર તોલાણી કોલેજમાં અર્થશાત્ર શોધપત્ર લેખન અંગે યોજાઈ કાર્યશાળા
ગાંધીધામ, તા. 11 : આદિપુરની ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંચાલિત તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના અર્થશાત્ર વિભાગ  અને ગુજરાત ઈકોનોમિક એસોસીએશનના સયુંકત ઉપક્રમે  વિદ્યાથીઓ અને શિક્ષકો માટે શોધપત્ર લેખન અંગેના રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં 200 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. એકદિવસીય કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રમાં કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણીએ  સ્વાગત પ્રવચનમાં વિષય નિષ્ણાતો અને પ્રતિભાગીઓને આવકાર્યા હતા. તેમણે શોધકાર્યની  મહત્ત્વતા પર પ્રકાશ પાડી યુવાનોને શોધ  પ્રત્યે રુચિ કેળવવા અને સમાજના વિકાસમાં ભાગીદાર થવા અનુરોધ કર્યો હતો. કોલેજના અર્થશાત્ર વિભાગના વડા ડો. નમિતા અસ્થાના સકસેનાએ કાર્યશાળા વિશે જાણકારી આપી હતી. ગુજરાત ઈકોનોમિક એસોસીએશનના અધ્યક્ષ ડો. રોહિત શુકલા, કચ્છ યુનિવર્સિટીના  પૂર્વ ડીન  પ્રો. તુષાર હાથી, ડો. એ.એ. શેખ, કચ્છ યુનિવર્સિટીના અર્થશાત્ર વિભાગના અધ્યક્ષ ડો. કલ્પના સતીજાએ વિવિધ શોધક્ષેત્ર, શોધકાર્યની સાચી રીત, પદ્ધતિઓ, સમસ્યાઓ, નિવારણ અંગે વિસ્તૃત સમજ આપી હતી અને શોધકાર્યની મૌલિકતા અને ઊંડાણ ઉપર ધ્યાન આપવા સલાહ  આપી હતી. પ્રશ્નોત્તરીમાં યુવા ભાવિ સંશોધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પ્રો. પંકજ ઉદેશી, ડો. બાબુભાઈ કાઠિયા, ડો. શશી મહેશ્વરીએ વિષય નિષ્ણાતોનું સન્માન કર્યું હતું. પ્રો. દશરથ ગૌસ્વામી, પ્રો. ધીરુભા સોઢાએ સંચાલન કર્યું હતું. વિશાલ મકવાણા, નીતા આહીર, રૂખસાર મેમણ, નગમા મેમણ, ગૌરવ સુથાર, રમેશ આહીર, આરતી  મહેશ્વરી, સેજલ ગૌસ્વામી, રેખા આહીર, અવનિ ઝરુ, ચેતના ભાટિયા, હર્ષના ટાંક, દીક્ષિત નાથ, દર્શના આહીર, પ્રિયા સોઢા, ધર્મિષ્ઠા જાડેજા, માનસી  પરમાર, પૂનમ ખાંડેકા, રાજેશ ગઢવી, ફાલ્ગુની જોશી, પૂજા પરમાર, રવિ મહેશ્વરી વગેરે સહયોગી બન્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer