ભારત-એની ન્યૂઝીલેન્ડ-એ સામે ક્લિનસ્વીપ

માઉન્ટ મોનગાનુઈ, તા. 11 : અનમોલપ્રીત સિંહની અડધી સદી અને સિદ્ધાર્થ કોલની ઘાતક બોલિંગના કારણે ભારત-એએ ત્રીજી અને અંતિમ અનઅધિકૃત  વનડેમાં ન્યૂઝીલેન્ડ એને 75 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. ભારત-એએ પહેલાં બેટિંગ કરતાં નિયત 50 ઓવરમાં 8 વિકેટે 275 રન કર્યા હતા અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડ 44.2 ઓવરમાં 200 રને ઢેર થયું હતું.  ભારત-એની બેટિંગમાં અનમોલપ્રીત સિંહ (71) અને ઈશાન કિશન (39)એ પહેલી વિકેટ માટે સારી શરૂઆત અપાવી હતી. શ્રેયસ અય્યર અને મનીષ પાંડે ચાલ્યા નહોતા પણ અંકિત બાવને (48) અને વિજય શંકરે 42 રન કરીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 275 રનના લક્ષ્યાંક સામે મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી પણ કોઈપણ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યા નહોતા. તેમજ સિદ્ધાર્થ કોલે 37 રન આપીને 4 વિકેટ લીધી હતી. જેના પરિણામે ન્યૂઝીલેન્ડની ટીમ 44.2 ઓવરમાં 200 રને ઓલઆઉટ થઈ હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer