છત્તીસગઢમાં વિજયની હેટ્રિક કરી ચૂકેલા કચ્છી પણ હાર્યા

ભુજ, તા. 11 : છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા ત્રણ ટર્મથી જીતી આવતા મૂળ કચ્છી દેવજીભાઈ શિવજી પટેલ (સોમાણી) પણ આ વખતે કોંગ્રેસના મહિલા ઉમેદવાર સામે હારી ગયા હતા. ધારશીવા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડતા મૂળ નખત્રાણા તાલુકાના વિથોણ ગામના દેવજીભાઈને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ ભાજપમાંથી ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. આ વખતે કોંગ્રેસના અનિતા યોગેન્દ્ર શર્મા સામે પરાજિત થયા હતા. આ બેઠક ઉપર ત્રિપાંખિયો જંગ હતો જેમાં કોંગ્રેસના અનિતા શર્માને 78,219 અને ભાજપના દેવજીભાઈને 59,251 જ્યારે જનતા કોંગ્રેસ છત્તીસગઢને 14,937 મત મળતાં કચ્છી ઉમેદવારને 18,900 મતોથી હારનો સામનો કરવો પડયો હતો. વિજયની હેટ્રિક કરી ચૂકેલા કડવા પાટીદાર જ્ઞાતિમાંથી આવતા શ્રી સોમાણીને ચોથી વખત તક મળી ન હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer