બુલેટ ટ્રેન પરિયોજના સાથે કચ્છમાં રહેલા અધિકારી જોડાયા

ગાંધીધામ,તા.11: કેન્દ્રની  ભાજપ  સરકારના મહત્વાકાંક્ષી એવા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ગાંધીધામ ખાતે ફરજ બજાવી ગયેલા બે અધિકારી કર્મચારીની વરણી કરવામાં આવી રહી છે. અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરાયા બાદ જમીન સંપાદનના મામલે  હાલ વિલંબ સર્જાઈ રહ્યો છે.આ પરિયોજનાને આગળ ધપાવવા રેલવે પ્રશાસન દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓની વરણી વેસ્ટર્ન રેલવે દ્વારા કરવાનું શરૂ કરી દેવાયું છે જેમાં ગાંધીધામ ફરજ બજાવી ગયેલા બે જણાનો સમાવેશ થાય છે.ગાંધીધામના એરિયા રેલવે મેનેજર તરીકે  કાર્યભાર સંભાળી ચૂકેલા પંકજ ઉકેને બુલેટ ટ્રેન ઓપરેશન વિભાગના જનરલ મેનેજર તરીકે જવાબદારી સોપાઈ  છે. જયારે  ગાંધીધામ એ.આર.એમ કચેરીના  શેખર અથનીકરની પ્રમોશન સાથે ઓપરેશન વિભાગમાં સીનીયર મેનેજર તરીકે વરણી તાજેતરમાં કરાઈ છે. આમ બુલેટ ટ્રેન પ્રકલ્પમાં કચ્છના રેલવે અધિકારીઓનું નોંધપાત્ર પ્રદાન રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer