આઇ.સી.ડી.એસ.માં સી.ડી.પી.ઓનો ચાર્જ જુ. કર્મચારીઓને સોંપાતાં ગણગણાટ

ભુજ, તા. 11 : જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખામાં મહકેમના ફેરફાર તળે જુનિયર કર્મચારીઓને સી.ડી.પી. ઓ.નો ચાર્જ સોંપાતાં સિનિયર કર્મચારીઓમાં ગણગણાટ વ્યાપ્યો હોવાનું જાણવા મળે છે, તેમ અધિકારીઓની મીઠી નજર તળે ઘેર બેઠા નોકરી કરતા આવા કર્મીઓને ચાર્જ સોંપાયો હોવાનો પણ આક્ષેપ ઊઠયો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પંચાયતની આઇ. સી.ડી.એસ. શાખામાં અધિકારીઓ સાથે સાઠગાંઠ ધરાવતા જુનિયર કર્મચારીઓને સી.ડી.પી.ઓ.નો ચાર્જ અપાતાં સિનિયર કર્મચારીઓ નારાજ થયા છે. અને હવે જુનિયરો પણ તેમના અધિકારી બની ગયા હોવાનો બળાપો વ્યક્ત કરી  રહ્યા છે. સી.ડી.પી.ઓના પદ પર જુનિયરોની નિમણૂકથી સિનિયર કર્મચારીઓનો  ઉત્સાહ તૂટી રહ્યો હોવાનો મત વ્યક્ત થઇ રહ્યો છે. આ અંગે ઇન્ચાર્જ આઇ.સી. ડી.એસ. અધિકારી રવિરાજસિંહ ઝાલાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, કોઇ જુનિયરોને સી.ડી.પી.ઓ બનાવાયા નથી પરંતુ ભુજ ઘટક-3માં માત્ર ચાર્જ અપાયો છે. અને તે પણ જિલ્લા વિકાસ અધિકારી પ્રભવભાઇ જોશી દ્વારા અપાયો છે. બાકી સિનિયરો નારાજ હોય તો હું તેમને ડી.ડી.ઓ પાસેથી ચાર્જ અપાવવા તૈયાર છું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer