ગાંધીધામના હુમલાના બનાવમાં એક વર્ષની સખત કેદ થઇ

ગાંધીધામ, તા. 11 : શહેરના ચાવલા ચોક આગળ શિવ મંદિર પાસે મુસાફર ભરવા બાબતે એક યુવાન ઉપર હુમલાના બનાવમાં આરોપીને 1 વર્ષની સખત કેદ અને રૂા. 1000નો દંડ અહીંની કોર્ટે ફટકાયો હતો. શહેરનાં ચાવલા ચોક વિસ્તારમાં ગત તા. 28-3-2012નાં આ બનાવ બન્યો હતો.  હરેશ શંકર પરમાર નામના યુવાન પાસે સચિન રઘુ ગમારા (ભરવાડ) નામનો શખ્સ આવ્યો હતો. આ શખ્સે મારી રીક્ષા ઉભી છે છતાં મુસાફર કેમ ભર્યા તેમ કહી આ યુવાન સાથે બોલાચાલી કરી હતી. અને બાદમાં ઉશ્કેરાઇ જઇને ધોકા વડે આ યુવાન ઉપર હુમલો કર્યો હતો તથા તેને જાતિ અપમાનિત કર્યો હતો. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ થયા બાદ સરતનની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસ અહીંની ત્રીજા અધિક સ્પેશ્યલ જ્જની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં તમામ આધાર પુરાવા ચકાસી ન્યાયાધીશ ડી.આર. ભટ્ટે આરોપી સરતન રબારીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને 323ની કલમ હેઠળ 1વર્ષની સખત કેદ અને રૂા. 1000નો દંડ?ફટકાર્યો હતો. ઉપરાંત જો દંડ ન ભરે તો વધુ 1 માસની કેદનો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એસ.જી. રાણા હાજર રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer