સ્વાઈન ફ્લુના વધુ બે કેસ પોઝિટિવ સાથે આંક 150 પહોંચ્યો

ભુજ, તા. 11 : મંગળવારે કચ્છમાં વધુ બે સ્વાઈન ફ્લુના પોઝિટિવ કેસ સાથે આંક 150 પર પહોંચ્યો છે. ઈ.એમ.ઓ.ની યાદી મુજબ સ્વાઈન ફ્લુના બે પોઝિટિવ કેસ પૈકી નાના દિનારાની ફઝલવાંઢના એક 10 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી.કે. જનરલ  હોસ્પિટલ ખાતે જ્યારે નખત્રાણા તાલુકાના વડવા ગામના 45 વર્ષીય યુવાનને સ્વાઈન ફ્લુ થતાં તેને પણ  ભુજ ખાતે જનરલ  હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયો છે. આજના બે પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં  અત્યાર સુધી કુલ 150 કેસ નોંધાયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer