દાતાઓ તરફથી મળતા ઘાસની સરકારી જથ્થામાં ગણતરી ન કરો

ભુજ, તા. 11 : કચ્છના ગૌવંશને દાતાઓ તરફથી જે ઘાસ મોકલવામાં આવી રહ્યું છે તેની સરકારી રહે મળતા ઘાસમાં ગણતરી નહીં કરવા કલેક્ટરને ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ અનુરોધ કર્યો હતો. કલેક્ટરને લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં આપણે જે ઘાસ આપી રહ્યા છીએ તે નિયમ મુજબ ઘાસકાર્ડ ઉપર આપતા હોઇએ છીએ. તો જે ઘાસકાર્ડ છે તેના જેટલું ઘાસ આપવાનું થાય છે તે નિયમિત રીતે મળવું જોઇએ. દાતાઓ જે ઘાસ મોકલાવે છે તેની ગણતરી આની અંદર ન કરવા માટે વિનંતી છે કારણ?કે જે ઘાસકાર્ડ ઉપર ઘાસ આપીએ છીએ તે પૂરતું નથી અને તેટલા માટે જ દાતાઓ સહાય કરી રહ્યા છે અને પશુઓની વહારે આવ્યા છે. તેવા સંજોગોમાં ઘાસકાર્ડ ઉપર વિતરણ થતા ઘાસમાં કાપ મૂકવામાં ન આવે. દાતાઓ જે છૂટથી પશુઓને મદદ કરી રહ્યા છે તેને કોઇપણ રીતે સરકારની અંદર ગણતરીમાં ન લેવું. જે ઘાસ વિતરણ કરી રહ્યા છીએ તે ચાલુ રાખવું અતિજરૂરી છે. પશુઓને બચાવવા હોય તો આ રીતની વ્યવસ્થા ગોઠવાય તે અતિજરૂરી છે. માલધારીઓની ફરિયાદ છે કે બન્ની વિસ્તારમાં જ્યાં કોઇ?દાતાઓ નથી અને એટલા માટે ત્યાં ખૂબ પ્રશ્નો ઉદભવે છે. માલધારીઓ ઘાસ માટે લાચારી ભોગવી રહ્યા છે અને ઘાસ માટે ઘાસકાર્ડ મુજબ જે ઘાસ વિતરણ થાય છે તે માટે મામલતદાર કચેરીએ ધક્કા ખાય છે. તો તેના માટે પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે તેવું જણાવ્યું હતું. પાણીની વ્યવસ્થા બરોબર છે. કોઇ ફરિયાદ આવી નથી. અત્યાર સુધી એક જ ફરિયાદ આવી છે, તે ભીરંડિયારા રીઝવાંઢની છે કે જ્યાં પાણીની લાઇન બંધ?કરવામાં આવી છે. ટેન્કર પણ છેલ્લા 10 દિવસથી બંધ?છે. આ બાબતે પા.પુ.ના શ્રી સોલંકીને ફરિયાદ કરી છે. આ જાતની ક્યારે પણ?કોઇ કર્મચારી દ્વારા કિન્નાખોરી ન કરવા પૂરેપૂરી તકેદારી રાખવી કારણ કે 10 દિવસ સુધી પાણી ન મળે તો પશુઓની અને લોકોની શું હાલત થાય તે આપણે સમજવું જોઇએ. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer