બાનિયારી અંગેના અહેવાલને ગ્રા. પં.એ વખોડી રદિયો આપ્યો

બાનિયારી (તા. ભચાઉ), તા. 11 : ગામમાં 10થી 15 ઘર અને પોસ્ટ ઓફિસ વિશેના અહેવાલ અંગે બાનિયારી ગ્રા. પં.  દ્વારા રદિયો અપાયો હતો. બાનિયારી ગ્રા. પં.માં આવતી છ વાંઢો તથા હરિનગર સહિત કુલ ગામની વસ્તી 3800થી 4000ની  છે. બાનિયારીમાં વિકાસશીલ ગ્રામ પંચાયત આવેલી છે. જેમાં કુલ-4 પ્રાથમિક શાળા તથા દશ શિક્ષકો સાથે ધો. 1થી 8 ભણતરની સગવડ છે.  બે આંગણવાડી, રેશનિંગની દુકાન,  સરકારી દવાખાનું, 3  દૂધની ડેરી તેમજ પોસ્ટ ઓફિસ છે. બ્રાંચ પોસ્ટ માસ્તરે પોસ્ટ ઓફિસમાં વિવિધ યોજના અંગે પોસ્ટ ઓફિસમાં નિયમિત કામકાજ  થતું હોવાનું જણાવ્યું હતું તથા  મનરેગાની કામગીરી પણ ચાલુ છે. આમ બાનિયારી ગ્રામ પંચાયત દ્વારા સરકારના નીતિ-નિયમ તથા ધારાધોરણ પ્રમાણે ગામની વસ્તી તથા મળતી ગ્રાન્ટ મુજબ તમામ સુખ-સુવિધા ઊભી કરી છે.  બાનિયારી ગ્રા. પં.નો વિકાસ તથા ગામની સુવિધા જોઈ ન શકતા ઈસમો તથા બુઢારમોરા પોસ્ટ ઓફિસના નિવૃત્ત પોસ્ટ માસ્તર તેમજ અંજાર તા.ના કોંગ્રેસના રૂપશીભાઈ ઠક્કર દ્વારા  મનસ્વી રીતે તથા પક્ષાપક્ષીનું તથા અંગત કારણોસર મનદુ:ખ રાખીને ગ્રામજનો, સરપંચ, સભ્યોને તથા પોસ્ટ ઓફિસના અધિકારીઓને બદનામ કરવાના ઈરાદાથી અહેવાલ મોકલ્યો હોવાનું સરપંચ તથા હોદ્દેદારોએ  સહી સાથે લેખિતમાં જણાવ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer