ભુજના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત આજે સુધરાઇ દ્વારા વિવિધ કાર્યક્રમો

ભુજ, તા. 11 : નગરપાલિકા દ્વારા તા. 12-12ના બુધવારે ભુજ શહેરનો 471મા સ્થાપના દિનને ઉજવવાની પરંપરા જાળવી રાખી વિવિધ કાર્યક્રમો પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષસ્થાને યોજવાનું આયોજન કરાયું છે. આ અવસરે દરબાગઢ ખાતે સવારે 9-30 કલાકે?ખીલી પૂજન, 9-45 કલાકે સિટી બસ સેવા લોકાર્પણ ત્યારબાદ કેક કટિંગ, પ્રાસંગિક ઉદબોધન, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુતિ, ડસ્ટબિનોનું પ્રતીક વિતરણ, સ્વચ્છતા રથયાત્રા અંતર્ગત સ્પર્ધાઓના વિજેતાઓ અને સ્વચ્છતા કર્મીઓનું સન્માન તેમજ સ્વચ્છતા અંગે શપથ ઉપરાંત સાંજે 7 કલાકે પેન્શનર્સ ઓટલા પાસે સ્વચ્છતા અંગે નાટક યોજાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer