આગામી 16મીએ આદિપુર ખાતે વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા

આદિપુર, તા. 11 : અહીંના નવ જ્યોતિ ચેરિ. ટ્રસ્ટ દ્વારા આગામી તા. 16-12ના સવારે 10 વાગ્યાથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું છે. તોલાણી કોમર્સ કોલેજ ખાતે આયોજિત સ્પર્ધામાં ધો. 5થી 8 અને 9થી 12ની કેટેગરી રખાઇ છે. બંનેમાં પ્રથમ ત્રણ વિજેતાને રોકડ ઈનામો અને ટ્રોફી તેમજ દસ આશ્વાસન ઇનામો તથા દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર આપવામાં આવશે. ધો. 5થી 8ના વર્ગ માટે `બાળ મજૂરી અટકાવો-શિક્ષણ વધારો' અને 9થી 12ના વર્ગ માટે `ભારતીય સેનાને સલામી' થીમ રાખવામાં આવી છે. સ્પર્ધકે પોતાના નામ નોંધાવવા તા. 14-12 સુધી પીંકી વાધવાણી-81289 29144, જય મલિક 99785 03065, મહેન્દ્ર યાદવ 76980 07911નો સંપર્ક કરવાનું જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer