મોમ્બાસામાં તામીલ સંસ્કૃતિ કાર્યક્રમમાં કચ્છીઓ જોડાયા : છાત્રોને ઇનામ અપાયાં

મોમ્બાસામાં તામીલ સંસ્કૃતિ કાર્યક્રમમાં કચ્છીઓ જોડાયા : છાત્રોને ઇનામ અપાયાં
કેરા (તા. ભુજ), તા. 9 : આફ્રિકાના બંદરીય શહેર મોમ્બાસામાં જેમ કચ્છીઓનો વસવાટ છે તેમ ભારતીય તામીલ સમુદાય લાંબા સમયથી સ્થાઇ છે. તેમના તામીલ કલ્ચર એસોસિએશન દ્વારા તાજેતરમાં રંગારંગ કાર્યક્રમ યોજાઇ ગયો. ભારતીય હાઇકમિશનરના હાથેથી દીપ પ્રાગટય પછી તામીલ બાળકોએ કાર્યક્રમ રજૂ કર્યો હતો.  આ પ્રસંગે વક્તાઓએ તામીલ વર્ગની જેમ કચ્છી સમુદાયની નોંધ લીધી હતી. આ પ્રસંગે મૂળ કચ્છી પીયૂષ વરસાણીએ હિન્દી-ગુજરાતી ભાષામાં ગીતો રજૂ કરી દીલ જીત્યા હતા. કાર્યક્રમને ખુલ્લો મૂકતાં શ્યામસુંદરદાસે વિશ્વવાસી ભારતીયોની ઉદ્યમશીલતાને વખાણી હતી. આ પ્રસંગે દક્ષિણ ભારતીય હિન્દુઓએ સાંસ્કૃતિક જતન પ્રત્યે જાગૃત રહેવા વિચાર રજૂ કર્યા હતા. ગુજરાતી આમંત્રિતોએ તામીલ એશોશિયેશનને અભિનંદન આપ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer