સારા આરોગ્ય માટે તેલ અને મીઠું ટાળો

સારા આરોગ્ય માટે તેલ અને મીઠું ટાળો
ગાંધીધામ, તા. 9 : અહીંની સેવાકીય કાર્યો કરતી સંસ્થા ગાંધીધામ લાયન્સ કલબ અને સાલ હોસ્પિટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે ગાંધીધામ ખાતે હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કંડલા ટિમ્બર એસોસિયેશનના સહયોગથી યોજાયેલા કેમ્પનું દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કરાયું હતું. પ્રાસંગિક વકતવ્ય આપતા સાલ હોસ્પિટલના કાર્ડીયોલોજીસ્ટ ડો. અનિલ જૈને સારા આરોગ્ય માટે મીઠું અને તેલનો ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત દરરોજ નિયમિત અનુલોમ વિલોમ સહિતના પ્રાણાયામ નિયમિત અડધો કલાક કરવાની વાત પર તે જૈને ભાર મૂક્યો હતો. કેમ્પમાં કુલ 177 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જે પૈકી 12 દર્દીઓના 2-ડી ઇકો કરવામાં આવ્યા હતા. 6 દર્દીઓનું ટીએમટી અને 26 દર્દીઓના ઇસીજી રીપોર્ટ કરવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન 8 દર્દીઓને  બાયપાસ સર્જરી કરવાની જરૂરિયાત જણાઇ હતી. લાયન્સ કલબ અને કંડલા ટીમ્બર એસોસિયેશનની ભલામણ કરાશે તે દર્દીને બાયપાસ સર્જરીમાં 20 ટકાની રાહત આપવામાં આવશે. કેમ્પમાં 2-ડી ઇકોની તપાસ ગાંધીધામના કાર્ડીયોલોજીસ્ટ ડો. જવલીત મોરબીયાએ તેમની હોસ્પિટલ ખાતે કરી હતી  આ ઉપરાંત સાલ હોસ્પિટલના ડો. ભરત ત્રિવેદી, ડો વિશાલ ગુપ્તા, ડો. કેતન પટેલ, ડો. અપૂર્વ પટેલ, ડો. રાજેન્દ્ર વગેરેએ દર્દીઓને તપાસી સારવાર આપી હતી. આયોજનને પાર પાડવા કંડલા ટીમ્બર એસોસિયેશનના પ્રમખ નવનીત ગજ્જર, હેમચન્દ્ર યાદવ, લાયન્સ કલબના પ્રમુખ સંજય જગેશીયા, પ્રોજેકટ ચેરમેન હરીશ થારવાણી, કો-પ્રોજેકટ ચેરમેન હરીશ વિધાણી, સેક્રેટરી લલિત ધલવાણી, ખજાનચી દીપક આચાર્ય, સેકન્ડ વાઇન્સ ડીસ્ટ્રીકટ ગવર્નર ધીરેન મહેતા, ઝોન ચેરમેન ગુલ દરીયાણી, રાહુલ બાલા, સંદીપ પીઠડીયા, ચંદ્રુ સૈનાની, લીયો કલબના પ્રમુખ અવની પટેલ, કોડરાણીભાઇ, વિનોદ પંજવાણી, નંદ ખેસકવાની, નરેન્દ્ર બીલંદાની, વગેરે સહયોગી બન્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer