માંડવીના માર્ગો પર સાઈકલો ફરી વળી

માંડવીના માર્ગો પર સાઈકલો ફરી વળી
માંડવી : તા. 9 : છેલ્લા એક વર્ષથી શહેરમાં ચાલતી સાઈકલ કલબ `ગેયરઅપ' દ્વારા તેની સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ માંડવી શહેરમાં આજે સિટી સાઈકલ રાઈડ કરીને વધુ લોકોને સાઈકલ ચલાવવા માટે જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો.  9 ડિસેમ્બર ર017થી માંડવી શહેરમાં સાઈકલ કલબની શરૂઆત કરવામાં આવી જેમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ ઉમરના નાના-મોટા લોકો જોડાઈને દરરોજ રેગ્યુલર 1ર થી ર0 કિ.મી. સાઈકલ રાઈડ કરી રહ્યા છે. દરરોજ અલગ-અલગ રીતે પોતાના સમયમાં સાઈકલ ચલાવતા સાયકલિસ્ટો દર રવિવારે સવારે 6 કલાકે એક સ્થળે ભેગા થઈને અગાઉથી નક્કી કરેલા માંડવી તાલુકાના વિવિધ રસ્તાઓ પર સરેરાશ ર0 થી 3પ કિ.મી.નું સાયકલિંગ કરીને રવિવારની સવારને આનંદદાયી બનાવે છે. એક વર્ષના પ3 રવિવારોમાંથી પર રવિવારના આ પ્રકારના આયોજનો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલા છે. રવિવારની લાંબી રાઈડમાં સાઈકલમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તેની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે.  માંડવી સાયકલિંગ કલબના સભ્યો માંડવી શહેર સ્થાપના દિવસ, 6 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી તથા 1-જુલાઈના ભુજ મધ્યે યોજાયેલા સાઈકલોત્સવની રર કિ.મી.ની રાઈડમાં પણ સાઈકલથી જોડાયેલા હતા. એક સમયે લોકોનો સાઈકલ પ્રત્યેનો સારો એવો લગાવ હતો, ધીમે ધીમે ઘટવા લાગ્યો, લોકોએ ટુ વ્હીલર, ફોર વ્હીલર પર વધુ આજે જ્યારે પસંદગી ઉતારી છે ત્યારે હવે ધીમે ધીમે વળી આજનો યુવાવર્ગ સાઈકલિંગ તરફ વળ્યો છે. સાઈકલ ચલાવવાથી આરોગ્ય સારું રહે છે અને પ્રદૂષણ પણ ઘટે છે એમ સાઈકલ ચલાવતા ડોકટર ચિંતન સોનીએ કહ્યું હતું.  માંડવીમાં સાઈકલિંગ કલબના સભ્યોના જણાવ્યા અનુસાર માંડવીમાં સાઈકલિંગ સ્પોર્ટ્સ તરીકે, તંદુરસ્તી માટે, મુકત હવામાં શ્વાસ લેવા અને નવો આત્મવિશ્વાસ કેળવવા કરવામાં આવે છે. માંડવી કલબમાં જોડાવા કોઇ ફી નથી.   રવિવાર 9 ડિસેમ્બરના માંડવી સાઈકલ કલબને એક વર્ષ થાય છે ત્યારે માંડવીમાં સાઈકલસવારોને પ્રોત્સાહિત કરનારી આ સાયકલ કલબના સભ્યો દ્વારા આજે શનિવારે એક રેલી `માંડવી સિટી રાઈડ'નું આયોજન કરાયું હતું, શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ન્યાયાલય પાસે વિરામ લીધો હતો. આજની રાઈડમાં 7 વર્ષથી પ1 વર્ષની ઉમરના વિવિધ ક્ષેત્રના 60 જેટલા સાઈકલિસ્ટો જોડાઈને શહેરમાં સાઈકલિંગનો પ્રચાર કરીને વધુ લોકો સાયકલિંગ કરે તેવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer