નખત્રાણા-ભુજ હાઈવે પરના જોખમી ખાડા ક્યારે પુરાશે ?

નખત્રાણા-ભુજ હાઈવે પરના જોખમી ખાડા ક્યારે પુરાશે ?
મોટી વિરાણી (તા. નખત્રાણા) તા. 9 : નખત્રાણાથી ભુજના પ0 કિ.મી.ના હાઈવે પર અમુક ઠેકાણે ખાડા તો અમુક લાઈનો માટે ખોદવામાં આવેલો માર્ગ સમથળ ન કરાતાં વારંવાર અકસ્માત સજાઇ?રહ્યા છે. લખપત, હાજીપીર, માતાનામઢ, ના. સરોવર, ધીણોધર જેવા યાત્રાધામોને જોડતો આ હાઈવે ઉપરાંત સિમેન્ટ કંપનીઓ, કોલસાની ખાણ વિ. વાહનો તેમજ અન્ય વાહનોથી સતત ધમધમતો આ રસ્તો વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. આ ગાબડા એક બાજુના અડધા રસ્તામાં છે. જેનાથી બચવા વાહનચાલકો રોંગ સાઈડમાં વાહન લઈ જતાં સામેથી આવતા વાહન સાથે  અકસ્માત થવાની શક્યતા વધીજાય છે.  રજાના દિવસોમાં ટ્રાફિક વધી જતો હોય છે. ભારેખમ મોટા ટ્રેલરો, પવનચક્કીની સામગ્રી લઈ પસાર થતા હોવાથી ગાબડાં મોટા થતા જાય છે. ગંભીર અકસ્માત થાય તે પહેલાં આ રોડ પરના ખાડા પુરાય તેવી લોકમાંગ ઊઠી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer