એડિલેડ ટેસ્ટમાં ભારત જીતથી 6 વિકેટ દૂર

એડિલેડ, તા. 9 : એડિલેડ ટેસ્ટમાં પહેલા દાવમાં નબળા પ્રદર્શન બાદ હવે ભારતે મેચ ઉપર મજબૂત પકડ બનાવી છે. બીજા દાવમાં 323 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ચોથા દિવસની રમત પૂરી થવા સુધીમાં ચાર વિકેટના નુકશાને 104 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા હજી પણ લક્ષ્યથી 219 રન દૂર છે અને હાથમાં માત્ર 6 વિકેટ બચી છે. જેના કારણે મેચના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાને સંઘર્ષ કરવો પડે તેવી પરિસ્થિતિ બની શકે છે.  દિવસના અંતે શોન માર્શ 31 અને ટ્રેવિસ હેડ 11 રન કરીને બેટિંગ કરી રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાના આરોન ફિંચને ઈશાન્ત શર્માએ પહેલાં જ ઓવરમાં એલબીડબ્યલ્યું કર્યો હતો. પરંતુ રિવ્યૂમાં તે નોબોલ હોવાનું સામે આવતા ઓસ્ટ્રેલિયાને રાહત મળી હતી. જો કે નસીબના જોરે બચી ગયેલો ફિંચ લાંબો સમય ક્રિઝ ઉપર ટકી શક્યો નહોતો અને માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બીજી વિકેટ માટે માર્કસ હેરિસ અને ઉસ્માન ખ્વાજાએ દાવ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટી બ્રેક પૂરો થયાની થોડી વારમાં જ હેરિસ શમીના બોલ ઉપર આઉટ થયો હતો.  જ્યારે ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો ખ્વાજાના રૂપમાં અશ્વિને આપ્યો હતો. ત્રણ વિકેટ ગયા બાદ હેંડ્સકોમ્બ અને શોન માર્શ ઉપર દારોમદાર હતો. તેમજ બન્ને સંભાળીને રમત આગળ વધારી રહ્યા હતા. તેવામાં હેંડસકોમ્બ શમીના બોલમાં આઉટ થઈ પેવેલિયન પરત ફર્યો હતો. 
આ અગાઉ ભારતે બીજા દાવમાં ચેતેશ્વર પૂજારાના 71 રન અજિંક્ય રહાણેના 70 રનની મદદથી  ચોથા દિવસે 307 રનનો સ્કોર કર્યો હતો. આ રીતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 323 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ત્રીજા દિવસે ત્રણ વિકેટે 151 રનેથી અટકેલો દાવ ભારતે ચોથા દિવસે શરૂ કર્યો હતો અને પહેલા સત્રની સમાપ્તી પહેલા પાંચ વિકેટે 260 રન બનાવ્યા હતા. ત્યારરબાદ તમામ વિકેટ પડતા 47 રન જોડયા હતા. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લાયને સૌથી વધુ 6 વિકેટ 
લીધી હતી. 
સ્કોરબોર્ડ :
ભારત પ્રથમ દાવ : 250 
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : 235 
ભારત બીજો દાવ : 
રાહુલ - કો. ટેની બો. હેજલવુડ  44,  વિજય - કો. હેન્ડ્સકોંબ બો. સ્ટાર્ક 18, પુજારા -કો. ફિન્ચ બો. લિયોન 71, કોહલી - કો. ફિન્ચ બો. લિયોન 34, રહાણે - કો. સ્ટાર્ક બો. લિયોન 70,  રોહિત - શર્મા કો. હેન્ડ્સકોંબ બો. લિયોન 01, પંત - કો. ફિન્ચ બો. લિયોન 28, અશ્વિન - કો. હેરિસ બો. સ્ટાર્ક -05, ઇશાંત - કો. ફિન્ચ બો. સ્ટાર્ક 00, શમી - કો. હેરિસ બો. લિયોન 00, બુમરાહ  - અણનમ 00, વધારાના - 36, કુલ (106.5 ઓવરમાં આઉટ) 307 
પતન  : 1-63, 2-76, 3-147, 4-234, 5-248, 6-282, 7-303, 8-303, 9-303, 10-307 
બાલિંગ : સ્ટાર્ક : 21.5-7-40-3, હેઝલવુડ : 23-13-43-1, કમિન્સ : 18-4-55-0, લિયોન : 42-7-122-6, હેડ : 2-0-13-0 
ઓસ્ટ્રેલિયા બીજો દાવ : 
ફિન્ચ-કો. પંત બો. અશ્વિન 11, 
હેરિસ-કો. પંત બો. સામી 26, ખ્વાજા-કો. રોહિત બો. અશ્વિન 08, માર્શ - (દાવમાં) 31, હેન્ડ્સકોંબ - કો. પુજારા બો. શમી 14,  હેડ - (દાવમાં) 11 
વધારાના - 03, કુલ (49 ઓવરમાં 4 વિકેટે) 104 
પતન  : 1-28, 2-44, 3-60, 4-84. 
બાલિંગ : ઈશાંત શર્મા : 8-3-19-0, બુમરાહ : 11-5-17-0, અશ્વિન : 19-4-44-2, શમી : 9-3-15-2, વિજય : 2-0-7-0

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer