ગંભીરે ધોનીના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી, તા. 9 : પૂર્વ દિગ્ગજ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની ઘોષણા કર્યા બાદ હવે કારકિર્દી દરમિયાન બનેલી ઘટનાઓ ઉપર ખુલીને નિવેદન કરવાની શરૂઆત કરી છે. આવા જ એક નિવેદનમાં સીબી સિરિઝ-2012 દરમિયાન એમએસ ધોનીની પસંદગી નીતિને અયોગ્ય ઠેરવી છે. જેમાં ધોનીએ કહ્યું હતું કે, 2015ના વિશ્વકપમાં તેંડુલકર, સહેવાગ અને ગંભીરને એકસાથે રમાડી શકાય તેમ નથી.  એક ન્યૂઝ ચેનલે ઈન્ટરવ્યુંમાં ગંભીરે કહ્યું હતું કે, ધોનીનું નિવેદન ત્રણેય ખેલાડીઓ માટે ચોંકાવનારૂ હતું. તેમજ આવું કોઈપણ દેશમાં નથી બન્યું કે જેમાં 2012માં જ  2015ના વિશ્વકપ માટે ટીમ નક્કી કરી લેવામા આવી હોય.  ગંભીરે ઉમેર્યું હતું કે, 2012માં જ 2015 માટે ટીમ પસંદગીની વાત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ હતી. તેમજ ખેલાડીઓ સાથે અન્યાય પણ ગણી શકાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer