ભુજમાં આજે ફલાહુલ મુસ્લેમીનના ધરણા : તંત્ર દ્વારા મંજૂરી ન અપાઇ

ભુજ, તા. 9 : કચ્છના વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા વિવિધ મામલામાં માત્ર ને માત્ર મુસ્લિમ સમુદાયના યુવાનો અને કાર્યકર્તાઓ તથા અવાજ ઉઠાવનારાઓને લક્ષ્ય બનાવવામાં આવતા હોવાનો આરોપ મૂકી તેના વિરોધમાં આવતીકાલે શહેરમાં કલેકટર કચેરી બહાર ફલાહુલ મુસ્લેમીન સંસ્થા દ્વારા યોજાનારા પ્રતીકાત્મક ધરણાને કાયદેસરની મંજૂરી આપવામાં આવી નથી. જેના કારણે આવતીકાલે શું થાય છે તેના ઉપર સબંધીતોની મીટ મંડાઇ છે.પોલીસ સાધનોએ આપેલી સત્તાવાર જાણકારી અનુસાર પ્રતીકાત્મક ધરણાનું આયોજન ગોઠવનારી સંસ્થા રજિસ્ટર્ડ ન હોવાથી તથા આ આયોજન કરનારા પૈકીના કેટલાક ખુદ ગુનાઓમાં સંડોવાયેલા હોવાથી આ ધરણાને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી નથી. આમ છતાં જો આવતીકાલે ધરણા યોજાશે તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સબંધીતો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer