પ્રદેશકક્ષા યુવા ઉત્સવમાં કચ્છના કલાકારો ઝળક્યા

આદિપુર, તા. 9 : અરવલ્લી જિ. ના ભીલોડા ખાતે તાજેતરમાં યોજાયેલા પ્રદેશકક્ષાના યુવા ઉત્સવમાં કચ્છના કલાકારોએ 20 જેટલી કૃતિમાં પ્રથમ ત્રણમાં વિજેતા થઈ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ વિજેતાઓમાં વકતૃત્વ સ્પધા `અ' વિભાગમાં હેમાંગી ગોસ્વામી પ્રથમ `બ' વિભાગમાં સોંડાગરા ધારા દ્વિતીય, નિબંધલેખન `બ' માં ધારા આર. બારમેડા પ્રથમ, ગઝલ શાયરી લેખન `બ'માં તૃતિય અને કાવ્ય લેખન `બ'માં દ્વિતીય મનાલી એમ. ગોસ્વામી, હળવુંકંઠય સંગીત `અ'  ભીંડે વૈદેહી પ્રથમ, લોકવાદ્ય `અ'માં મહેશ ગઢવી પ્રથમ, શાત્રીય નૃત્ય ભરત નાટયમ `અ'માં કિન્નરી એમ. ચંદે પ્રથમ, એકપાત્રીય અભિનય `અ' વિભાગમાં ખુશી આર. કાનાણી દ્વિતીય, હાર્મોનિયમમાં પંકજ ભાનુશાલી દ્વિતીય, વાંસળી વાદનમાં બ્રીજેશ કમલેશ કનૈયા પ્રથમ, તબલામાં સ્વર જિગર માંકડ પ્રથમ, મૃદંગમમાં શામળા વાલજી ગઢવી દ્વિતીય, શાત્રીય નૃત્ય કથ્થક `અ'માં ક્રિશા એ. સોમપુરા દ્વિતીય અને ખુલ્લા વિભાગમાં લોકવાર્તામાં હરિ કે. ગઢવી તૃતિય,સર્જનાત્મક કારીગરીમાં વિજય વિંઝોડા દ્વિતીય, ભજનમાં આશિષ ગઢવી પ્રથમ, સમૂહગીતમાં માતૃછાયા કન્યા વિદ્યાલય દ્વિતીય, લોકનૃત્યમાં ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય દ્વિતીય અને કુચીપુડીમાં કિન્નરી એમ. ચંદે પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. જે તમામને જિલ્લા રમત-ગમત અધિકારી કચેરીના  રાજુભા ઝાલા, દેવેન્દ્રસિંહવાળા, નરશી ગાંગલે અભિનંદન પાઠવ્યા હતા. જિ. ર. અધિકારી રોહિતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ભીલોડા ખાતેની કચ્છની ટીમનું નેતૃત્વ શિક્ષકો પ્રકાશ ખાંટ અને પટેલિયાભાઈએ કર્યું હતું. પ્રદેશ કક્ષાએ પ્રથમ અને દ્વિતીય વિજેતાઓ હવે રાજ્યકક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer