6ઠ્ઠી જાન્યુઆરીએ ગાંધીધામ ચેમ્બરની ચૂંટણી હાથ ધરાશે

ગાંધીધામ, તા. 9 : ડી.પી.ટી. દ્વારા  ગાંધીધામના લોકો સાથે કરાતા અન્યાય સામે જનઆક્રોશ રેલી યોજનાર અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની આગામી 2019-2020ની કાર્યવાહક સમિતિની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં  આવી હતી.અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી આગામી તા.6 જાન્યુઆરીના રવિવારે યોજાશે. તેના માટે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 17-12 (સોમવાર) નિર્ધારીત કરવામાં આવી છે. ફોર્મની ચકાસણી અને માન્ય ઉમેદવારોની જાહેરાત તે દિવસે કરાશે ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની તારીખ 20-12 મુકરર કરવામાં આવી છે.મત ગણતરી કોમ્પયુટર દ્વારા ચૂંટણીના દિવસે તા.6-1ના રવિવારે બપોરે 3 વાગ્યે શરૂ કરાશે અને સાંજે પરિણામ જાહેર કરાશે. ચૂંટણી પ્રક્રિયાને લગતી તમામ માહિતિ ચેમ્બરની વેબસાઈટ www.gccikandla.com ઉપર મૂકવામાં આવી છે. ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક ઉમેદવારો વેબસાઈટ  પરથી ફોર્મ ડાઉનલોડ કરી ઉમેદવારી નોંધાવી શકશે તેવું માનદમંત્રી આશિષ જોષીએ જણાવ્યું હતું. /

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer