અંતરજાળમાં કબ્રસ્તાન-પાળિયાના વિવાદ મુદ્દે યુવાન ઉપર હુમલો

ગાંધીધામ, તા. 9 : તાલુકાના અંતરજાળ ગામમાં કબ્રસ્તાન અને પાળિયા મુદ્દે ચાલતા વિવાદને પગલે આઠ શખ્સોએ એક યુવાન ઉપર પાઈપ વડે હુમલો કરી તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચાડી હતી. તો બીજી બાજુ આદિપુરમાં મકાનની બાઉન્ડ્રીમાં નમકીન રાખવા મુદ્દે ત્રણ શખ્સોએ એક આધેડ ઉપર પંચ વડે હુમલો કર્યો હતો. અંતરજાળના રાજનગરમાં રહેતા મોહસીન હુસેન શેખ નામના યુવાન ઉપર ગત તા. 7/12ના રાત્રે હુમલો થયો હતો. ગામમાં આવેલ કબ્રસ્તાન અને પાળિયા મુદ્દે ચાલતા વિવાદનું મનદુ:ખ રાખી આ યુવાન પાસે રવિ જાડેજા, મોહન આહીર, સામજી આહીર, મુકેશ આહીર અને 4 અજાણ્યા શખ્સો આવ્યા હતા.  આ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરી તેના ઉપર પાઈપ વડે હુમલો કરતાં આ યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે આ બનાવમાં  ફરિયાદ નોંધી 8 પૈકી 7 શખ્સોની ધરપકડ કરી લીધી હતી. બીજીબાજુ આદિપુરના સાધુ વાસવાણી નગરમાં મારામારીનો બીજો બનાવ બન્યો હતો. ટીબીએક્સ વિસ્તારમાં રહેતા અને ગાંધીધામ કો-ઓપરેટિવ બેંકમાં કામ કરતા રમેશ રામચંદ્ર ભોજવાણીનું બીજું મકાન સાધુ વાસવાણી નગરના આવેલ છે. આ આધેડ પોતાનું બીજું મકાન જોવા ગયા હતા ત્યાં મકાનના ફળિયામાં પડોશીએ નમકીનના પેકેટ રાખ્યા હતા. જે હટાવી લેવા કહેતાં પડોશી એવો સુનીલ ચંદનાની ઉશ્કેરાઈ ગયો હતો અને મારા ભાઈ રાજકારણી છે પોલીસ મારું કંઈ નહીં બગાડે તેમ કહ્યું હતું. દરમ્યાન અન્ય ત્રણ અજાણ્યા શખ્સો પણ ત્યાં દોડી આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer