વાંઢમાં ઘરેલુ બાબતે પતિએ પત્નીને માથે ધોકો ફટકાર્યો

ભુજ, તા. 9 : માંડવી તાલુકાના વાંઢ ગામે ગીતાબેન નામની મહિલાના માથામાં ધોકો ફટકારવા સાથે તેના પતિ મુરજી વેલજી સંઘારે તેને માર માર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.  ગઇકાલે ઢળતી બપોરે હુમલાની આ ઘટના બની હતી. જેમાં ગીતોબનને માથામાં ઇજા થઇ હતી. ઘરેલુ બાબતે આરોપી મુરજીએ કાંઇપણ કહ્યા વગર પોતાની પત્નીના માથે ધોકો મારવા સાથે તેને માર માર્યો હતો તેવું ફરિયાદમાં લખાવાયું છે. ગઢશીશા પોલીસે પત્નીની ફરિયાદના આધારે પતિ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.    

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer