આદિપુર પોલીસના ફોજદારી કેસનો ભાગેડુ આરોપી આઠ વર્ષ બાદ પકડાયો

ભુજ, તા. 9 : પૂર્વ કચ્છના આદિપુર પોલીસ મથકમાં નોંધાયેલા વિવિધ કલમો તળેના ફોજદારી કેસમાં છેલ્લા આઠ વર્ષથી નાસતાફરતા આરોપી બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ગામના અજિતાસિંહ હીરાસિંહ ઉર્ફે હીરજી સોલંકીને ઝડપી પડાયો હતો.  સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ આડેસર પોલીસે બાતમીના આધારે આરોપીના ગામે ધસી જઇને ત્યાંથી કોર્ડન કરીને તેને દબોચી લીધો હતો. બાદમાં આ આરોપીને આદિપુર પોલીસ મથકના હવાલે કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલો તહોમતદાર તેની સામે વર્ષ 2010માં ગુનો દાખલ થયા બાદ ભાગેડુ હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer