જમીન, પાણી અને ખાતરના વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

ભુજ, તા. 9 : નાયબ ખેતી નિયામક (તાલીમ), ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ કચેરી ખાતે `િવશ્વ જમીન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી અને ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વપરાશ ધટાડે અને જૈવિક ખાતર, સેંદ્રિય ખાતર, છાણિયા ખાતર તેમજ ગૌમુત્રનો મહત્તમ વપરાશ કરી જમીનની ફળદ્રુપતા, જૈવિક અને ભૌતિક સ્થિતિ સુધારી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે તે અંગે ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું. વિવિધ પાકોમાં ક્યા પ્રકારના ખાતરો, ક્યારે, કેટલા પ્રમાણમાં અને કઇ પદ્ધતિથી આપવા તે અંગે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા માહિતી આપવામાં આવી હતી તેમજ જમીન અને પાણીના પૃથક્કરણ માટે નમૂના લેવાની કાર્ય પદ્ધતિ અંગે સમજ અપાઇ હતી. વધુમાં ખેડૂતમિત્રોને કચ્છ જિલ્લાના કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને જમીન ચકાસણી પ્રયોગશાળાની મુલાકાત લઇ મહત્તમ લાભ લેવા આહવાન કરાયું હતું. ડો. કે.ઓ.વાઘેલા, નાયબ ખેતી નિયામક, ડો. યુ. એન. ટાંક-સિનિયર વૈજ્ઞાનિક અને હેડ, કૃષિ વિજ્ઞાન કેંદ્ર- સાડાઉ, ડો. બી. આર. નાકરાણી- સહસંશોધન વૈજ્ઞાનિક, વિભાગીય સંશોધન કેન્દ્ર - કોઠારા, કે. વી. પટેલ - મદદનીશ ખેતી નિયામક,  શ્રી ડોબરિયા - તાલીમ મદદનીશ, કે. વિ. કે. - સાડાઉ, ગૌતમ વેગડ - વિષય નિષ્ણાત તેમજ ભુજ તાલુકાના 60 ખેડૂત ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં ખેડૂતોને જમીન, પાણી અને ખાતર વ્યવસ્થાપન વિશે તાંત્રિક માર્ગદર્શન અપાયું હતું તેવું નાયબ ખેતી નિયામક (તાલીમ) ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer