આદિપુરમાં નવું અનુ. જાતિ છાત્રાલય બનશે

આદિપુરમાં નવું અનુ. જાતિ છાત્રાલય બનશે
ભુજ, તા. 6 : રાજ્ય સરકારના પારદર્શી વહીવટના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે નવનિર્મિત્ત ભવનના 559 લાખના એસ્ટીમેટ સામે ઓનલાઇન ટેન્ડર બહાર પડાતાં રૂા. 374 લાખનું ટેન્ડર ભરાતાં છાત્રાલયના બાંધકામમાં લગભગ બે કરોડ જેટલી રકમની બચત થઇ?હોવા સાથે આદિપુર ખાતે પણ નવું છાત્રાલય મંજૂર કરાતાં ટૂંક સમયમાં તેનું ખાતમુહૂર્ત કરાશે તેવું આજે માંડવી તાલુકાના મસ્કામાં ડો. બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલય (અનુ. જાતિ)ના લોકાર્પણ પ્રસંગે રાજ્યમંત્રી વાસણભાઇ?આહીરે જણાવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષપદેથી નવનિર્મિત્ત સરકારી કુમાર છાત્રાલય લોકાર્પણ સમારોહને સંબોધતાં સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગોના કલ્યાણમંત્રી વાસણભાઇ?આહીરે વધુમાં જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ માત્ર?દલિતોના નહીં પણ સમગ્ર માનવજાતના મસિહા હતા. રાજ્યમાં અનુ. જાતિના 50 કુમાર અને 36 કન્યા છાત્રાલયો મળી કુલ્લ 86 છાત્રાલયો ચાલતા હોવાનું જણાવી રાજ્ય સરકારની દલિત, શોષિત, બક્ષીપંચના આર્થિક, સામાજિક શૈક્ષણિક વિકાસ માટેની વિવિધ?કલ્યાણકારી યોજનાઓની સાથે તેમાં કરાયેલા વધારાનો પણ વિગતે ઉલ્લેખ કર્યો હતો. કચ્છના સાંસદ વિનોદભાઇ?ચાવડાએ જણાવ્યું હતું કે, આ સદીના યુગપુરુષ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરે સામાજિક રીતે સશક્ત અને આર્થિક રીતે સમૃદ્ધ ભારતના સેવેલા સ્વપ્નને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિવિધ કાર્યો અને યોજનાઓ થકી સાકાર કરાઇ રહ્યા છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ બાબાસાહેબના નિર્વાણદિને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, છાત્રાલયો અને વખતોવખત શિક્ષણ સુવિધાના વિકાસ સાથે વિદેશ ભણવા જવા, આરોગ્ય અને સ્વરોજગારી ક્ષેત્રની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી મેળવી તેનો સંપૂર્ણ લાભ લેવા પર ભાર મૂક્યો હતો. લોન્ગ જમ્પમાં નેશનલ લેવલે વિજેતા સીમા વિંઝોડાનું રાજ્યમંત્રી સહિત સાંસદ અને ધારાસભ્યોના હસ્તે સન્માન કરાયું હતું તેમજ માનબાઇ આત્મારામને મસ્કા ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરી આયુષ્માન ભારત યોજના સહાયની પ્રતીક અર્પણવિધિ?તેમજ રાજા હરિશ્ચચંદ્ર યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરાઇ હતી. કાર્યક્રમના પ્રારંભે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક કે. ડી. કાપડિયાએ સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, માંડવી તા.પં. અધ્યક્ષા ગંગાબેન સેંઘાણી, માંડવી નગર અધ્યક્ષ મેહુલભાઇ?શાહ, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિ.પં. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઇ વાઘેલા, મસ્કા સરપંચ કીર્તિભાઇ ગોર, ગાંધીધામ ન.પા. અધ્યક્ષ કાનજીભાઇ ભર્યા, મુંદરા તા.પં. પ્રમુખ નટુભા ચૌહાણ, માંડવી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઇ?રોશિયા હાજર રહ્યા હતા. સંચાલન કમલેશ મોતાએ જ્યારે આભારદર્શન નાયબ નિયામક એન. એસ. ધ્રાગાએ કર્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer