આજે ગાંધીધામમાં જનઆક્રોશ રેલી

આજે ગાંધીધામમાં જનઆક્રોશ રેલી
ગાંધીધામ, તા. 6 : સંકુલની જમીન પર  ડીપીટી દ્વારા જુદા જુદા પ્રકારના લાદવામાં  આવતા લગાનના વિરોધ સામે  અત્રેની અગ્રણી વેપારી  સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આજે બાઈક રેલી નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગાંધીધામ ચેમ્બરે ધ્વારા  છેલ્લા લાંબા સમયથી  જમીનના પડતર પ્રશ્નોના ઉકેલ માટે  તા.7ના જનઆક્રોશ રેલીનું  આયોજન  કરવામાં આવ્યું છે. આ પૂર્વ આજે   કેપીટી મેદાન પાસેથી   બાઈક રેલીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના  પ્રારંભમાં સિક્રો અકાદમીના વિદ્યાર્થીઓએ  રજુ કરેલી કૃતિમાં ડીપીટી દ્વારા અપનાવાતાં અકકડ વલણની ઝલક બતાવવામાં આવી હતી. ત્યારબાદ  ચેમ્બર પ્રમુખ દિનેશભાઈ ગુપ્તાએ  અનેક  અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાળારંગની ઝંડી બતાવી રેલીને સ્ટાર્ટ આપ્યો હતો. આ રેલી રોટરી સર્કલ,આદિપુર, રામબાગ રોડ, ભારતનગર, ગોપાલપુરી ગેટ, ગાયત્રી મંદિર રોડ થઈ ઓસ્લો સર્કલ, મુખ્ય બજાર વગેરે વિસ્તારમાં ફરીને ઝંડાચોક ખાતે પરત  થઈ હતી. વિરોધપ્રદર્શન કરતા આ કાર્યક્રમમાં  બાઈક ચાલકોએ  ફ્રી-હોલ્ડના લખાણવાળાં  ટી-શર્ટ  પહેયાઁ હતાં અને  પોસ્ટરો  જોવા મળ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer