ડીપીટીની અખબારી યાદીએ સર્જી અસમંજસતા : પછી કરાયો સુધારો

ગાંધીધામ, તા. 6 : દીનદયાળ પોર્ટ હસ્તકની સંકુલની જમીનો માટે લેવાતી મોરગેજ, ટ્રાન્સફર ફી, ફ્રી હોલ્ડ જમીનોની નીતિ, સંકુલની જમીન નીતિ  વગેરે પ્રશ્ને આવતીકાલે યોજાનારી જન આક્રોશ  મહારેલી સંદર્ભ ગઈકાલે ડીપીટી  ચેરમેન દ્વારા વીડિયો કોન્ફરન્સની મદદથી કરાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કરેલાં નિવેદન અંગે અચાનક રાત્રે જારી થયેલી અખબારી યાદીએ અસમંજસતા ઊભી કરતાં વિવાદ સર્જાયો  હતો. ડીપીટીની સહી વિનાની અખબારી યાદીમાં મોરગેજ ફી  ગાંધીધામ કંડલા સંકુલની તમામ જમીનો માટે નજીવી કરવાની  ગઈકાલે ચેરમેને વાત કરી હતી  પરંતુ આ અખબારી યાદીમાં ઙ્કવિશેષત: શૈક્ષણિક અને મકાન બાંધવા લેવાતાં ધિરાણ માટે' તેવો ઉલ્લેખ થતાં પ્રશાસનના ઈરાદા પ્રત્યે શંકા ઉદભ્વી હતી. ગાંધીધામ ચેમ્બરના અગ્રણીઓએ આ યાદીને વખોડી કાઢીને  સ્થાનિક અધિકારીઓની નકારાત્મક  માનસિકતા   છતી થઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.  આ સંદર્ભે  ઈન્ચાર્જ ઉપાધ્યક્ષ  અને સચિવ બિમલકુમાર  ઝાનો સંપર્ક કરી તેમને આ અખબારી યાદી  ડીપીટી  ચેરમેને મંજૂર કરી છે.? તેવું પૂછતાં તેમણે હામાં જવાબ આપ્યો હતો  પરંતુ પછી  મોરગેજ ફી સંદર્ભ ઊભી થયેલી  અસમંજસતાનો ખ્યાલ આવતાં તેમણે તરત જ સુધારો કરાવડાવી  ઙ્કવિશેષત: શૈક્ષણિક અને મકાન બાંધવા લેવાતા ધિરાણ માટે' તે  બાબત અખબારી  યાદીમાંથી દૂર  કરવા જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer