માતૃછાયા પ્રાથમિક વિભાગનાચાર દાયકા પૂર્ણ : કાલથી ઉજવણી

ભુજ, તા. 6 : શહેરની પ્રખ્યાત માતૃછાયા કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગ શ્રીલેખા હીરાલાલ શાહ કન્યા વિદ્યાલયની શિક્ષણ સફરના પાંચમા દાયકામાં પ્રવેશની ઉજવણી રૂપે શનિવારથી રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે ગૌરવયાત્રા પ્રસ્થાન સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે પુસ્તિકા વિમોચન, સહિતના વિવિધ કાર્યક્રમો ત્રણ દિવસ સુધી યોજાશે. શનિવારની સાંજે ભુજનાં ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યના અધ્યક્ષપદે નગરપતિ લતાબેન સોલંકી, કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિ વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.  રવિવારે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસનાં અધ્યક્ષસ્થાને શિક્ષક, વિદ્યાર્થી સન્માન અને `મનભાવન' અંકનાં વિમોચન પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી રોહિત પરમાર, કચ્છ યુનિ. ગુજરાતી ભવન અધ્યક્ષ ડો. દર્શનાબેન ધોળકિયા, શિક્ષણવિદ્દ રમેશભાઇ સંઘવી તેમજ કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ ઉપસ્થિત રહેશે. સાંજે પંકજ ઝાલા દિગ્દર્શિત `મામેરૂં મહેતાતણું' નાટક ભજવાશે. નાટકનું ઉદઘાટન કમલેશભાઇ સંઘવી અને અરુણાબેન સંઘવીના હસ્તે કરાશે. કચ્છ ફોટોગ્રાફી એસો. પ્રમુખ પ્રકાશભાઇ ગાંધી, સામાજિક અગ્રણીઓ અમિતાબેન ગાંધી, સુરેશભાઇ શેઠ, વિલાસબેન શેઠ સહિત જોડાશે. સોમવારે એલએનએમ હોસ્પિટલના અધ્યક્ષ ભરત મહેતા અને મીનાબેન મહેતાના હસ્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉદઘાટન કરાશે. ભદ્રેશભાઇ મહેતા, હિનાબેન મહેતા, ચિરાગભાઇ શાહ, મિતલબેન શાહ હાજર રહેશે. સાંજે નિશા ઉપાધ્યાય સાથે રાજેશ પઢારિયા, પ્રગતિ મહેતા, શ્રેયસ પઢારિયા, સંગીત સંધ્યા રજૂ કરશે જેનું ઉદઘાટન જૈન વીશા ઓસવાળ ગુર્જર જ્ઞાતિ પ્રમુખ મુકેશભાઇ ઝવેરી કરશે. જૈન મહિલા મંડળ પ્રમુખ રેશ્માબેન ઝવેરી જોડાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer