મિશેલ સોનિયાના ભેદ ખોલશે : મોદી

સુમેરપુર, તા. 5 : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ હેરાલ્ડ તેમજ ઓગસ્ટા-વેસ્ટલેન્ડ કૌભાંડ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધીના બધા ભેદ ક્રિશ્ચિયન મિશેલ ખોલશે.  ઈંગ્લેન્ડનો નાગરિક અને દુબઈમાં વસતો દલાલી કરતો મિશેલ હિન્દુસ્તાનના `નામદારો'ના યાર-દોસ્તોને કટકી આપતો હતો. હથિયારોનો સોદાગર હતો. તે જ હવે તમામ રહસ્યો ખોલશે તેવા પ્રહારો મોદીએ  કર્યા હતા. કોંગ્રેસના શાસનકાળમાં તમે પણ `લૂંટો, હું પણ લૂટું'નો ખેલ ચાલતો રહ્યો. ખેર, ગઈકાલે જ સુપ્રીમકોર્ટે કહી દીધું છે કે, તેમની તમામ ફાઈલો ખોલવાનો ભારત સરકારને હક્ક છે, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું. એક ચાયવાળો તેમને અદાલત સુધી લઈ ગયો. આ પ્રામાણિકતાની જીત છે, તેવા પ્રહારા સાથે મોદીએ કહ્યું હતું કે, કરોડોના કૌભાંડ થયા, પરંતુ કોંગ્રેસની સરકારમાં તમામ ફાઈલો બંધ રહી. મારી 2014ની સભાઓમાં સૌએ સાંભળ્યું હશે. મેં કહ્યું હતું કે, હેલિકોપ્ટરકાંડ, હજારો કરોડ રૂપિયાના ઘોટાડા થયા હતા કે ન્હોતા થયા તેવું સુમેરની સભા સંબોધતાં વડાપ્રધાને ઉમેર્યું હતું. તમારી શેરીમાં, ગામમાં કોઈ જામીન પર છૂટે તો તેનું સન્માન કરશો ??તો શું જામીન પર છૂટેલા લોકોને રાજસ્થાન સોંપશો ? તેવા સવાલો મોદીએ સભાને સંબોધનમાં કર્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ્ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યંy કે, જે ખુદ સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા હતા. મોદીએ પાના-પાના શોધી કાઢ્યા અને આજે સુપ્રીમના વકીલના જ પુત્રને જેલમાં જવું પડયું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer