લંડનના બંને હિન્દુ મંદિરોમાં ચોરી કરનાર એક જ વ્યક્તિ હોવાની શંકા

લંડનના બંને હિન્દુ મંદિરોમાં ચોરી કરનાર એક જ વ્યક્તિ હોવાની શંકા
કેરા (તા. ભુજ), તા. 20 : બ્રિટિશ પાર્લામેન્ટ સુધી ગાજેલો લંડનના બે હિન્દુ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીનો મામલો ઉકેલના અંતિમ તબક્કે હોવાની વાત ઉપસી છે. ગઇરાત્રે સ્થાનિક પોલીસે ચોરના સી.સી. ટી.વી. ફૂટેજ જાહેર કર્યા હતા. બ્રિટિશ પોલીસ અધિકારીએ માહિતી આપતાં સ્થાનિક માધ્યમોને જણાવ્યું કે, વિલ્સડન સ્વામિનારાયણ મંદિર અને કચ્છ સત્સંગ કેન્ટન-હેરો મંદિરનો ચોર એક જ હોવાનું અનુમાન છે. દરમ્યાન, મંદિરની ફાઇલ તસવીર પરથી ચોરાયેલી સુવર્ણ ચેઇનની તસવીરો પણ બહાર પડાઇ છે. સ્થાનીય હિન્દુ સમુદાયની આ મામલે ભારે શ્રદ્ધા છે અને સ્વમાનનો પ્રશ્ન છે ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાં મંદિર ફોડનો મામલો ઉઠાવાયો હતો અને સરકારે ગંભીરતાથી લઇ ભેદ ઉકેલવા સુધી પહોંચી હોવાના અણસાર સાંપડયા છે. ચોરીનું કૃત્ય કરનાર યુરોપિયન ગોરો પુરુષ?હોવાનું છતું થયું છે. વ્યક્તિગત ઓળખની તપાસ ચલાવાઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer