શુક્રવારે `કૌન બનેગા કરોડપતિ''માં કચ્છી માડૂની સેવાઓ ગુંજશે

શુક્રવારે `કૌન બનેગા કરોડપતિ''માં કચ્છી માડૂની સેવાઓ ગુંજશે
મુંબઇ, તા. 20 : કૌન બનેગા કરોડપતિ સોની ટીવીની લોકપ્રિય ચેનલના જ્ઞાન સાથે ગમ્મત આપતા આ શોમાં ભારતના મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે મુંબઇની ટાટા હોસ્પિટલના કેન્સર પીડિતોના મહાનાયક એવા હરખચંદભાઇ કલ્યાણજી સાવલા (બાડા) `પાંજો માડૂ' દેખાશે. બોલીવૂડની રૂપેરી સૃષ્ટિમાં `જીવનજ્યોત કેન્સર રિલીફ એન્ડ કેર ટ્રસ્ટ'ની 35 વર્ષની મંજિલ પાર કરીને સફળતાનાં અનેક શિખરો સર કરનાર ભારતના રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના હાથે એવોર્ડ મેળવનાર કચ્છના આ સપૂતને ટેલિવિઝનના પડદા પર નિહાળવા તા. 23/11 શુક્રવારે રાત્રિના 9 વાગ્યે કચ્છના ઘણા ગામોમાં મોટા પડદાના ટી.વી. સેટ ગોઠવવામાં આવ્યા છે. સમગ્ર ગામવાસીઓને કચ્છની કચ્છીયત જોવાનો લ્હાવો આપવામાં આવનાર છે. મુંબઇના બહારથી ગામડે ગામથી આવેલા દર્દીઓનાં મુખે આ મહામાનવને કેવી કેવી ઉમદા ઉપમા આપવામાં આવી છે, જે દર્દીઓનાં મુખે સાંભળવા મળશે. એમની જનેતાને અમિતાભ બચ્ચને પણ પ્રણામ કરી એમની કૂખને વખાણી છે કે જેમના કૂખે આવા રત્ન પાક્યા છે. આવા અનેક સંસ્મરણો તેમજ જીવનજ્યોત સંસ્થાની વિવિધ?પ્રવૃત્તિઓ સોની ટી.વી. પર કે.બી.સી.ના કાર્યક્રમમાં જોવા-માણવા મળશે. આજથી 35 વર્ષ પહેલાં નાનાપાયે 15 દર્દીઓનાં ભોજન ટિફિન સાથે શરૂ થયેલી આ સફળગાથા આજે 700 દર્દીઓનાં ભોજન ટિફિનની સંખ્યા પાર કરી ગઇ છે. દેશવાસી અનેક દર્દીઓ આ પ્રવૃત્તિનો લાભ લઇ ચૂક્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer