અંજારની શાળાને દસ વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી

અંજારની શાળાને દસ વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી
ગાંધીધામ, તા. 20 :  અંજારની   મધર્સ કેર  શાળામાં  દસ વર્ષની ઉજવણી અંતર્ગત માય લિટલ વર્લ્ડ  કાર્યકમ યોજાયો હતો, જેમાં 150થી વધુ  વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  આ ઉજવણી હેઠળ વિદ્યાર્થીઓની આંતરિક કળાનો વિકાસ કરવાના હેતુસર  આયોજિત માય લિટલ વર્લ્ડ કાર્યક્રમનું કે.પી.એસ  ગ્રુપના  ચેરમેન મયંકભાઈ પરીખ, એમ.ડી. ખુશાલીબેન પરીખ  તથા  અતિથિઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં  વિદ્યાર્થીઓએ  ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સંસ્કૃતિને ઉજાગર કરતી કૃતિઓ રજૂ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે  શાળાના આચાર્ય મીતાબેન પલણ અને  સીતાબા ચુડાસમાના માર્ગદર્શન તળે સ્ટાફગણે સહકાર આપ્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer