ગાંધીધામમાં ગરીબ બાળકોને દિવાળીમાં ફટાકડા વિતરણ

ગાંધીધામમાં ગરીબ બાળકોને દિવાળીમાં ફટાકડા વિતરણ
ગાંધીધામ, તા. 20 : સંકુલના નવજીવન કેર એન્ડ સપોર્ટ સેન્ટર દ્વારા શ્રી ફાઉન્ડેશનના સહકારથી દીપોત્સવ પર્વ નિમિત્તે ગરીબ  પરિવારના  50 બાળકોને ફટાકડા વિતરણ કરાયું હતું. ગરીબ  પરિવારના  બાળકોના ચહેરા પર પ્રકાશના પર્વની ખુશી લાવવાના ઉદેશ થકી આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હતે. આ પ્રકલ્પમાં   દાતા પરિવારના આરતી પ્રેમકુમાર પાતારિયા, ધારા વસાણી, જયશ્રીબેન વરૂ, ધમિષ્ઠાબેન ધુવા, કાજલ થારૂના હસ્તે   બાળકોને  ફટાકડા કિટ વિતરણ કરાઈ હતી. કાર્યક્રમના અંતમાં સંસ્થાના ફાધર જુડીએ દાતાનો આભાર વ્યકત કર્યો હતો. આયોજનને સફળ બનાવવા માટે જયશ્રીબેન મહેશ્વરી, રાજુભાઈ ચૌહાણ, કવિતાબેન ચારણ, રમીલાબેન સહિતનાએ સહકાર આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer