મેરિ કોમ સેમિમાં : વિક્રમી સાતમો ચંદ્રક પાકો

નવી દિલ્હી તા. 20 : ભારતની સુપરસ્ટાર મહિલા મુક્કેબાજ અને પાંચ વખતની વિશ્વવિજેતા એમસી મેરિ કોમ (48 કિલો વર્ગ) આજે એઆઇબીએ મહિલા મુક્કેબાજી વર્લ્ડ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચીની રેકોર્ડ સાતમો ચંદ્રક પાકો કરી લીધો છે. જ્યારે પ4 કિલો વર્ગમાં ભારતીય યુવા બોકસર મનીષા મોનને અને 81 કિલો વર્ગમાં ભાગ્યવતીને પરાજયનો સામનો કરવો પડયો છે.  આજે દિવસની શરૂઆતમાં મેરિ કોમે કવાર્ટર ફાઇનલમાં ચીની બોકસર યૂ વુ પર પ-0થી જોરદાર જીત મેળવી હતી. સેમિમાં તેની ટકકર ઉત્તર કોરિયાની હયાંગ મિ કિમ સામે થશે. જેને મેરિએ ગયા વર્ષે એશિયન ચેમ્પિયનશિપમાં હાર આપી હતી. મેરિકોમ વિશ્વ ચેમ્પિયનશિપમાં કુલ 6 ચંદ્રક જીતી ચૂકી છે. સેમિમાં પહોંચીને તેણે ઓછામાં ઓછો કાંસ્ય પાકો કરી લીધો છે. આથી તે સાત ચંદ્રક જીતનારી પહેલી મહિલા મુકકેબાજ બની જશે.  આજના બીજા મુકાબલામાં મનીષ મોન 2016ની રજત ચંદ્રક વિજેતા બલ્ગેરિયાની  સ્ટોયકા પેટ્રોવા સામે 1-4થી હારીને બહાર થઇ ગઇ હતી. જ્યારે 81 કિલો વર્ગમાં ભાગ્યવતી કાચરી પણ કોલંબિયાની બોકસર જેસિકા સામે 2-3થી કવાર્ટરમાં હારી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer