ચેક પરત ફરવાના કેસમાં ગાંધીધામવાસી નિર્દોષ ઠર્યા

ભુજ, તા. 20 : અપૂરતા ભંડોળના કારણે બેન્કમાંથી ચેક પરત ફરવા બાબતે કરાયેલા કેસમાં ગાંધીધામના ભગવતી કેરીયર્સના માલિક જયંતીભાઇ ઠકકરનો ગાંધીધામની અદાલત દ્વારા નિર્દોષ છૂટકારો થયો હતો. આ પ્રકરણમાં અંજારના પરસોતમ વાલજી મૈસુરાણીએ ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસ ગાંધીધામના અધિક સિવિલ જજ રીનાબેન જી. યાદવની કોર્ટ સમક્ષ ચાલ્યો હતો. ન્યાયાધીશે બન્ને પક્ષને સાંભળી ફરિયાદ પક્ષ તેનો કેસ સાબિત કરી શકયો ન હોવાનું તારણ આપીને આરોપીને નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપીના વકીલ તરીકે વરિષ્ઠ ધારાશાત્રી આર.ટી.લાલચંદાણી સાથે પ્રવીણ પરમાર અને મમતાબેન એચ.આહુજા રહ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer