નખત્રાણાની મુખ્ય બજારમાં વોલ્ટેજ વધતાં પાંચેક દુકાનોમાં નુકસાની

નખત્રાણાની મુખ્ય બજારમાં વોલ્ટેજ વધતાં પાંચેક દુકાનોમાં નુકસાની
નખત્રાણા, તા. 16 : અહીંની મુખ્ય બજારના બેંક ઓફ બરોડા વિસ્તારમાં આવેલી પાંચેક દુકાનોમાં રાત્રે વોલ્ટેજ વધી જવાના કારણે વીજ ઉપકરણોને નુકસાન થયું હતું.વેપારી મંડળના પ્રમુખ હીરાલાલ સોની, ઉપપ્રમુખ નરેશભાઇ વાસાણી, કો-ઓર્ડિનેટર હેમેન્દ્રભાઇ કંસારા, મહામંત્રી દિનેશભાઇ જોશીએ પી.જી.વી.સી.એલ.ના ના.કા. ઇજનેરને રજૂઆત કરી હતી કે તા. 11ના રાત્રિના સમયે વોલ્ટેજ વધવાથી વાયરિંગ સળગી જવા ઉપરાંત વીજ ઉપકરણો જેવા કે સિલિંગ ફેન, ટીવી, ઓટો સ્વીચ પડી જવા છતાં ટયુબ બળી ગયા હતા.આ દુકાનોને થયેલા નુકસાનની નિયમ મુજબ કાર્યવાહી કરી નુકસાનીનું વળતર અપાવવા માંગ કરાઇ હતી. વીજતંત્રને દુકાનોના નામ અને થયેલા નુકસાનની વિગતો વેપારીઓની સહી સાથે વેપારી મંડળે આપી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer