અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની ક્રિકેટ ટૂર્નામાં સ્પોર્ટસ ઇલેવન વિજયી

અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની  ક્રિકેટ ટૂર્નામાં સ્પોર્ટસ ઇલેવન વિજયી
ભુજ, તા. 16 : ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા અખિલ કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. રમતગમત મંત્રી ગૌતમ જોષી તથા શૈલેશ ત્રિવેદીના પ્રયત્નોથી આ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. જિલ્લાની કુલ્લ 14 ટીમોએ ભાગ લીધો હતો.  મેચો તા. 14-10, 18-10 તથા ફાઇનલ મેચ તા. 21-10ના સ્પોર્ટસ ઇલેવન ભુજ અને જય ગણેશ ઇલેવન ભુજ વચ્ચે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાઇ હતી. જેમાં જય ગણેશે 105 રન કર્યા હતા. ધર્મેશ ગોરે 35 રન કર્યા હતા. સ્પોર્ટસ ઇલેવન વતી છેલ્લા બોલે કેપ્ટન ગૌતમ જોષીએ સિકસર મારી પોતાની ટીમને વિજેતા બનાવી હતી. જય ગણેશ વતી નિકુંજ જોષીએ 5 વિકેટ લીધી હતી અને સૌથી વધારે રન મેચ ઓફ ધ મેચ ભરત જોષીએ (38) ર્ક્યા હતા. મેન ઓફ ધ સિરીઝ સ્પોર્ટસ ઇલેવનના ભાવેશ જોષી, બેસ્ટ બેટસમેન મયૂર અબોટી, બેસ્ટ બોલર સૂરજ ગોર, બેસ્ટ વિકેટકીપર સચિત ગોર, બેસ્ટ ફિલ્ડર નિકુંજ જોષી રહ્યા હતા. તમામ ટ્રોફીઓના દાતા વાયબલ ગ્રુપના ઘનશ્યામ જોષી રહ્યા હતા. મેન ઓફ ધી મેચ ઇનામના દાતા પી.પી.સી. કલબ ભુજ તરફથી જયેશભાઇ અને વિજયભાઇએ ઇનામો આપ્યાં હતાં. એ ઉપરાંત ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાંખ અને સંજય એમ. અબોટીનો આર્થિક સહયોગ હતો. કેતન સી. ગોર, નલિન વેદાંત, સમગ્ર ટૂર્નામેન્ટમાં પાણીના દાતા સુરેશ ગોર રહ્યા હતા. દાતા નીરવ જોષીનો પણ આર્થિક સહયોગ મળ્યો હતો. અમ્પાયર તરીકે વિશાલ અબોટી અને કપિલ જોષી, સ્કોરર રક્ષિત જોશી અને કોમેન્ટેટર તરીકે ભાવિન જોષી તથા ગૌતમ જોષીએ સેવા આપી હતી. ભુજ તા. સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ મનોજ જોષી, ઉપપ્રમુખ પ્રકાશ ઉગાણી, અરુણ જોષી, મીનલબેન પાલીવાડ, મહામંત્રી વિપુલ મહેતા, કાર્યાલય મંત્રી શરદ ઠાકર, જગદીશ પંડયા, ખજાનચી હરેશ ભટ્ટ અને મહિલા પાંખના મંજુલાબેન ઉપાધ્યાય, પાયલબેન રાવલ, ભામિનીબેન બાપટ વિગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં યુવા પાંખના કાર્યકરોએ સતત હાજર રહીને સહયોગ પૂરો પાડયો હતો, તેવું મીડિયા કન્વીનર નીતિન પંડયાની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer