એન્કરવાલા શિશુમંદિર સ્કૂલ માંડવી ખાતે કરાટે શિબિરનો આરંભ

એન્કરવાલા શિશુમંદિર સ્કૂલ માંડવી ખાતે કરાટે શિબિરનો આરંભ
કાઠડા (તા. માંડવી), તા. 16 : એન્કરવાલા તથા વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રીમતી મણિબેન કારાણી મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત  સરસ્વતી વિદ્યામંદિર માંડવી ખાતે કરાટે શિબિરનો આરંભ થયો છે. જેમાં 20 જેટલા ગાંધીધામના વિદ્યાર્થીઓ જોડાયા છે.  બાળકોમાં રહેલી કૌશલ્ય શક્તિ ખીલી ઊઠે તે હેતુથી ગાંધીધામના કરાટે એસોસીએશન ઓફ કચ્છના પ્રમુખ દ્વારા આ તાલીમ અપાઈ રહી છે, જેમાં પીયૂષ શ્રીવાસ્તવ, ધીરેન થાનકી, તપન પ્રધાન, આસિસ્ટન્ટ કોચ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને આ કરાટેની તાલીમ લીધા બાદ મહાકુંભ જેવી સ્પર્ધામાં પણ આ વિદ્યાર્થી ભાગ લેશે. આ તાલીમ દરમિયાન બ્રાઉન બેલ્ટ, બ્લેક બેલ્ટ જેવી સિદ્ધિઓ પણ ખેલાડીઓ મેળવવાના છે તેવું માંડવી સ્કૂલ મુખ્યપ્રધાન હીરજીભાઈ કારાણીની યાદીમાં જણાવાયું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer