કચ્છના 60 રસ્તા માટે રૂા. 50.38 કરોડ મંજૂર

ગાંધીધામ, તા. 16 : પાલનપુર નજીક રેલવે પ્રશાસન દ્વારા ડબલિંગ ટ્રેકનુ કામ હાથ ધરાતાં કચ્છથી  પાલનપુર જતી બન્ને ટ્રેનોને  પાંચ દિવસ સુધી ભીલડી  સુધી ટુંકાવવામાં આવી છે.  જનસંપર્ક અધિકારી દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદ પાલનપુર સેકશનમાં પાલનપુર કરજોડા વચ્ચે આગામી 22 નવેમ્બર સુધી  ડબલ લાઈનનું કામ હાથ ધરાશે જેથી આ દરમ્યાન કેટલીક  ટ્રેનોને આંશિક રદ્દ કરાઈ છે જેમાં કચ્છની બે ટ્રેનોનો સમાવેશ છે. આગામી 21 નવેમ્બર સુધી ભુજ પાલનપુર (19151), ગાંધીધામ પાલનપુર (59425) પાલનપુર અને ભીલડી વચ્ચે રદ્દ રહેશે. 22 નવેમ્બરથી રાબેતા મુજબ ટ્રેન દોડશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર જતી ટ્રેનના સમય પત્રકમાં ફેરફાર કરી રાજધાની અને આશ્રમ એકસપ્રેસ સહિતની દિલ્હીની ટ્રેનનું જોડાણ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી પાંચ?દિવસ પ્રવાસીઓને તકલીફ વેઠવી પડશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer