ભુજમાં ચેઈનની ચીલઝડપનો વધુ એક બનાવ : ગઠિયો બાઈક પર નાસી ગયો

ભુજ, તા. 16 : તાજેતરમાં અહીંના જનરલ હોસ્પિટલથી રિલાયન્સ પેટ્રોલ પંપને જોડતા રિંગરોડ પરના મહાકાળીના મંદિર પાસે ઢળતી બપોરે બાઈક પર જતાં દંપતી પૈકીના ગૃહિણીના ગળાની ચેઈનની ચીલઝડચ થઈ જતાં પોલીસ ફરિયાદની તજવીજ કરાઈ છે. ભોગ બનનાર મહિલાના પતિ અરવિંદભાઈ જેઠીએ કહ્યું હતું કે, 8મી તારીખના બપોરે પોતે પત્ની સાથે બાઈક પર જતા હતા ત્યારે પાછળથી એક શખ્સે હોન્ડા પર પીછો કરીને ચેન અને માળા આંચકી લીધી હતી. આ પછી પોતે છેક જ્યુબિલી ગ્રાઉન્ડ સુધી પગેરું દાબ્યું હતું. તેમ છતાં ઊભેલી પોલીસની મોબાઈલને જાણ કરી હતી ઉપરાંત પોલીસ મથકમાં પણ અરજી કરાઈ છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer