ભુજિયા ડુંગરના કામોના ટેન્ડર સંદર્ભે સુધરાઈને વધુ એક નોટિસ

ભુજ, તા. 16 : ભુજિયા ડુંગરની ફરતે સાઈકલ ટ્રેક તથા પાથવે-ડિવાઈડરના કામોના ટેન્ડર રદ કરવા વિપક્ષે ભુજ સુધરાઈને વધુ એક કાનૂની નોટિસ આપી છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના વકીલ મારફતે આપેલી નોટિસમાં ભુજિયા ફરતે સાઈકલ ટ્રેક સહિતના વિકાસકામો માટે જે ટેન્ડર નોટિસ બહાર પડાઈ છે તેમાં 7 દિવસથી ઓછો સમયગાળો આપ્યો છે. વિશેષ ભુજિયા ડુંગર ફરતે બાઉન્ડ્રી વોલ છે ત્યારે ઉતાર-ચઢાવાવાળા માર્ગ પર સાઈકલ ચલાવવી જોખમભરી બનશે. આ કામ ટૂંકાગાળામાં શકય નથી. વડાપ્રધાનના આગમન ટાંકણે ખુશીના અતિરેકમાં નિયમ વિરુદ્ધ કાયદો હાથમાં લઈને નાણાંનો દુરુપયોગ થઈ શકે તેમ છે. આ ટેન્ડર અંગે કાનૂની કાર્યવાહીની ચેતવણી આપી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer