આજે માંડવીમાં સ્તન-ગર્ભાશયના મુખના કેન્સરનો નિ:શુલ્ક કેમ્પ

માંડવી તા. 16 : અહીંની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટરના ઉપક્રમે આવતીકાલે તા. 17ના શનિના બપોરે એક વાગ્યાથી ગર્ભાશયના મુખના કેન્સરનો શિક્ષણ સંશોધન તથા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ નિ:શુલ્ક કેમ્પમાં રાજકોટના પ્રખ્યાત સિનિયર ગાયનેકોલોજિસ્ટ (ત્રીરોગ નિષ્ણાત) ડો. જ્યોતિબેન એમ. શાહ સેવા આપશે.   

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer