નખત્રાણામાં સરદાર પટેલની પ્રતિમાનું કરાયેલું અનાવરણ

નખત્રાણામાં સરદાર પટેલની પ્રતિમાનું કરાયેલું અનાવરણ
નખત્રાણા, તા. 15 : રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત બીજા તબક્કાની એકતા યાત્રાનું સ્વાગત તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટથી નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો અનાવરણ સમારોહ રાજ્યના મંત્રી વાસણભાઈ આહીરના અધ્યક્ષસ્થાને મુખ્યબજારમાં જતા માર્ગના ચોકમાં યોજાયો હતો.  કાર્યક્રમના પ્રારંભે એકતા યાત્રાના સ્વાગત બાદ યાત્રાના વાહન પર સરદાર વલ્ભભભાઈ પટેલની  પ્રતિમાને કુમકુમ તિલક હારારોપણ કરી રાજ્યમંત્રી  વાસણભાઈ આહીરે પ્રસ્થાન કરાવ્યું હતું. તો બાજુમાં પંચાયત દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ તેમના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરદાર પટેલને મજબૂત મનોબળ ધરાવતા લોહપુરુષ લેખાવ્યા હતા  તો  રાજ્યમંત્રી શ્રી  આહીરે   નખત્રાણાને બારડોલી લેખાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેકટની વાત કરી હતી. અહીંના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પ્રતિમા અનાવરણના સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભુજથી ના. સરોવર સુધી ચાર માર્ગીય ફોરલેન માર્ગ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અછતનો કપરો સમય છે ત્યારે પશુધનને બચાવવા સૌના સહિયારા પ્રયાસોની અપીલ હતી.  આ પ્રસંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહન હાજર રહ્યા હતા.  તેમનું સરપંચ જિજ્ઞાબેન સોનીએ  સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે દિલીપભાઈ નરસીંગાણી, વસંતભાઈ વાઘેલા, કાનજીભાઈ કાપડી, નયનાબેન પટેલ, લક્ષ્મીબેન નાથાણી, પુષ્પદાનભાઈ ગઢવી, વલમજીભાઈ હુંબલ, ડી.વાય.એસ.પી. શ્રી યાદવ, જયંતીભાઈ ભટ્ટ, પ્રાંત અધિકારી જી. કે. રાઠોડ, કેસરબેન મહેશ્વરી, સામંતભાઈ મહેશ્વરી પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.  સંચાલન રણજિતસિંહ જાડેજા જ્યારે આભારવિધિ દિલીપભાઈ નરસીંગાણીએ કરી હતી.  પ્રતિમાનું કરાયેલું અનાવરણ

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer