નિષ્ઠા-સંકલ્પથી કપરી સ્થિતિનો સામનો કરીએ

નિષ્ઠા-સંકલ્પથી કપરી સ્થિતિનો સામનો કરીએ
ભુજ, તા.15 : મુંબઈ સ્થિત વાગડ વીસા ઓસવાળ જ્ઞાતિના સ્વૈચ્છિક સંગઠન `ટીમ વાગડ' દ્વારા સામખિયાળી પાસે હાઈવે પર 10 એકર જમીન પર દુષ્કાળગ્રસ્ત કચ્છ વાગડના ગૌધનને બચાવી લેવાના ભાગરૂપે નીરણ કેમ્પ અને ગૌજતન કેન્દ્રની શરૂઆત  મંત્રી વાસણભાઈ આહીરના હાથે કરવામાં આવી હતી.  મુંદરા-માંડવી વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, કચ્છ ભાજપના મંત્રી અરજણભાઈ રબારી તેમજ સંધ્યાગિરિ આશ્રમના મહંત ભગવતગિરિ,  પ્રાંત અધિકારી શ્રી જોષી, મામલતદાર ભચાઉ શ્રી વારાછણી અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા. કનકસિંહ જાડેજા, પ્રભુલાલ ઠક્કર, રામભા ગઢવી, દયારામ શંભુભાઈ મારાજ, આધોઈ મહાજનના પ્રમુખ પોપટલાલ ગડા તેમજ `ટીમ વાગડ'ના પ્રેરણાદાતા   ચાંપશીભાઈ વિસરિયા તેમજ મુંબઈના દાતાઓ હાજર રહ્યા હતા.  ભાડાના પૂર્વ ચેરમેન વિકાસ રાજગોરે  નિષ્ઠા અને સંકલ્પ દ્વારા દુષ્કાળની સ્થિતિનો સામનો કરવા હાકલ કરી હતી. કચ્છને નર્મદાનાં પાણી તેના હક્ક પ્રમાણે ફાળવણી કરવામાં આવે તો દુષ્કાળના કપરા સમયમાંથી કચ્છીઓ સલામત રીતે નીકળી શકે તેવી વાત પૂર્વ નાણામંત્રી બાબુભાઈ શાહે જણાવી હતી. કોંગ્રેસ અગ્રણી ભચુભાઈ આરેઠિયાએ `ટીમ વાગડ'ને સંપૂર્ણ સહકાર આપવાની તૈયારી બતાવી હતી. ટીમ વાગડના પ્રણેતા અને વાગડ વીસા ઓસવાળના માજી પ્રમુખ તેમજ વાગડના સામાજિક રાજકીય ક્ષેત્રે સક્રિય રહેલા આગેવાન લક્ષ્મીચંદ ચરલાએ તેમના સંબોધનમાં કહ્યું હતું કે,  `ટીમ વાગડ'ના મિત્રોને જાણ કરી કચ્છ વાગડનું સૌપ્રથમ ગાયજતન અને નીરણ કેન્દ્ર શરૂ કરવાની તૈયારી આરંભી હતી અને માત્ર દોઢ દિવસના પુરુષાર્થ થકી કેમ્પ શરૂ કરી શકાયો છે. મંત્રી વાસણભાઈ આહીરે કહ્યું હતું કે, કચ્છના દુષ્કાળ માટે મુખ્યમંત્રી શ્રી રૂપાણી ખૂબ ચિંતિત છે અને કચ્છનો દુષ્કાળનો સામનો કરવા સરકાર તમામ પ્રયાસો કરશે. આ પ્રસંગે `ટીમ વાગડ'ના કન્વીનર અમરશી ગોકળ ગડા, રમેશ ધનજી દેઢિયા, દિલીપ રામજી શાહ, શાંતિલાલ વીરજી રીટા, જગદીશભાઈ, વિપુલભાઈ છેડા, ખીમજી સત્રા, શામજી સત્રા, માલશી ગાલા, જયસુખ કુબડિયા, જયેન્દ્ર મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer