એક-એક મુસ્લિમ એક-એક વૃક્ષ વાવે

એક-એક મુસ્લિમ એક-એક વૃક્ષ વાવે
માંડવી, તા. 15 : મુસ્લિમો ઇદે મિલાદના દિને શિસ્તબદ્ધ જૂલુસમાં જોડાય ત્યારે રાહદારીઓ, વાહનોને અડચણરૂપ ના થાય, જરૂરતમંદોને સહાયભૂત થાય તે સાથે જેણે પેદા કર્યા હોય તેના હક્ક પ્રત્યે ફરજ અદા કરે તે આવશ્યક છે. હઝરત મહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે 1400 વર્ષો અગાઉ ફરમાવ્યું છે તેને અનુસરીને  વર્ષે એક વૃક્ષ માથાદીઠ વાવવામાં આવે તો સાલમાં 25 કરોડ વૃક્ષોની  ભેટ ભારતને નસીબ થાય એવું શહેરમાં સામે કાંઠે સલાયામાં આવેલી દરગાહ શરીફ પરિસર ખાતે કચ્છ મિલાદ કોન્ફરન્સ અને જશ્ને ઇદે મિલાદુન્નબી કાર્યક્રમમાં પ્રમુખ વકતા અને પૂર્વ સાંસદ મૌલાના ઉબૈદુલ્લાહખાન આઝમીએ કહ્યું હતું. આયોજનના મુખ્ય યજમાન જત હાજી ઇસ્માઇલ (ભાઇજાન)એ આઝમી સાહેબનો સત્કાર કર્યો હતો. સુન્ની મુસ્લિમ ભડાલા જમાત (મોટા સલાયા) અને મખ્દુમ હાજી ઇબ્રાહીમ દરગાહ કમિટી દ્વારા આયોજિત જશ્ને મિલાદુન્નબી (પયંગબર સાહેબના જન્મદિન)ની ઉજવણી અવસરે 18 વર્ષો લગી એક ધારા સાંસદ રહી ચૂકેલા મૌલાના ઉબૈદુલ્લાહ ખાન આઝમી (આઝમગઢ)એ રસૂલની પાછળ ચાલનાર પછવાળે લોકો ચાલશે  એવો ઉપદેશ આપ્યો હતો. તેઓ ઇદે મિલાદ દિને દર્દીઓને ઔષધિ, ફળો, જરૂરતમંદોને સહાય આપવાનો સંદેશ આપતાં ઉજવણીને સાર્થક કરવા કહ્યું હતું. મૌલાના સૈયદ અલ્હાજ મોહંમદ અમીનશા હાજી અહમદશા બાવા તથા સૈયદ અલ્હાજ અલી અહમદશા કાદરીએ  પ્રવચન કર્યા હતા. કારી શરીફ રઝા (બાસની), હાજી મોહંમદશા હાજી મુરાદશા, સૈયદ આરીફશા હાજી હુસૈનશા, બઝમે કાદરિયા ગ્રુપે ન્યાત શરીફ રજૂ કરી હતી. મૌલાના અબ્દુલ અઝીઝ અકબરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આયોજનના પ્રમુખ દાતા હાજી ઇસ્માઇલ હાજી ઓસમાણ જતએ મુખ્ય અતિથિનું અભિવાદન કર્યું હતું. સૈયદ હાજી હુસૈનશા હાજી અહમદશા, સૈયદ હાજી નસીબશા, જત અહમદ રઝા ઇસ્માઇલ, ઉમર ફારુખ ઇસ્માઇલ જત, જત હુસૈન રઝા ઇસ્માઇલ કાદરીએ આયોજન સંભાળ્યું હતું. હાજી જુમાભાઇ રાયમા, હાજી અહમદ હાજી હસન જુણેજા, હાજી આદમ હાજી સિદ્ધીક થૈમ, હાજી આમદ આગરિયા, હાજી હસન રાયમા (એડવોકેટ), અશોક દામજી ભાનુશાલી (ગાંધીધામ), સુભાષભાઇ ભાટિયા (મુંબઇ), સૈયદ હાજી કાસમશા બાવા, સૈયદહાજી મામદશા બાવા, હાજી ઇશા થૈમ, હાજી યાકુબ રૂકનાણી, સૈયદ હાજી કરમશા હાજી નૂરશા, સૈયદ હાજી બશીર હુસેનશા, હાજી અકબરશા વગેરે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં બિરાદરો સહભાગી થયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer