ભુજમાં નાગર જ્ઞાતિનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું

ભુજમાં નાગર જ્ઞાતિનું નૂતન વર્ષ સ્નેહમિલન યોજાયું
ભુજ, તા. 15 : અહીંના વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળ તથા વડનગરા નાગર મંડળના સંયુકત ઉપક્રમે નાગર-નાગર બ્રાહ્મણ જ્ઞાતિજનોનું નૂતન વર્ષનું સ્નેહમિલન તાજેતરમાં યોજાયું હતું. આ અવસરે તાજેતરમાં યોજાઇ ગયેલા ઓલિમ્પિક ખેલ મહોત્સવમાં હાર્થસ્ટોન ગેમમાં કાંસ્ય પદક મેળવનાર જ્ઞાતિના યુવાન તીર્થ હિરેન મહેતાનું વિશેષ સન્માન જ્ઞાતિની વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્ઞાતિ વ્યવસ્થાપક મંડળના મંત્રી ડો. ઉર્મિલ હાથીએ સ્નેહમિલનના અધ્યક્ષસ્થાનેથી જ્ઞાતિજનોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી તીર્થ મહેતાનું સન્માનપત્ર-સ્મૃતિચિહ્ન તથા શાલ  વડે સન્માન કર્યું હતું. આ અવસરે વડનગરા નાગર મંડળના મંત્રી અભિજિત ધોળકિયા, હાટકેશ સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ પરિમલ વૈષ્નવ, નાગર મહિલા મંડળના પ્રમુખ બંસરીબેન ધોળકિયા, વડનગરા નાગર-બ્રાહ્મણ જ્ઞાતિના કન્વીનર તેજસ પાઠક, વડનગરા નાગર મંડળ, સંરક્ષણ મંડળના પ્રમુખ દિવાકર વોરા, હાટકેશ યૂથ ક્લબના પ્રમુખ વિમિર ધોળકિયા તથા તમામ સંસ્થાઓના હોદ્દેદારોએ પણ?તીર્થનું વિશેષ સન્માન કર્યું હતું. વ્યવસ્થાપક મંડળના પ્રમુખ અતુલભાઇ મહેતાએ શુભેચ્છા સંદેશ પાઠવી જ્ઞાતિજનોને નૂતન વર્ષના અભિનંદન તથા તીર્થને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે જ્ઞાતિ સંસ્થાને પાંચ હજારથી વધારે અનુદાન આપનાર દાતાઓનું વિશેષ સન્માન પણ  કરાયું હતું. ઉપરાંત માણેકલાલ રેવાશંકર વૈષ્ણવની સ્મૃતિમાં જ્ઞાતિના તેજસ્વી ઇજનેર શ્રેયસ કમલેશ ઝાલા તથા વંશ વિરલભાઇ વોરાને સ્કોલરશિપના ચેકનું વિતરણ જ્ઞાતિના સંસ્થાના ટ્રસ્ટી ભૌમિક વચ્છરાજાનીના હાથે વિતરણ કરાયું હતું. મંડળના ટ્રસ્ટી દર્શક બૂચે સંચાલન કર્યું હતું. જ્યારે અન્ય ટ્રસ્ટી અવનિશ વૈષ્ણવે આભારવિધિ?કરી હતી. આ અવસરે મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer